________________
પર્વત પર બધી મળી એકત્રીસ ટૂંક છે. છેલ્લી એકત્રીસમી સર્વોચ્ચ ટૂંક છે. આથી એને મેઘાંબર ટૂંક પણ કહે છે. આ ટ્રેક પર બે માળનું શિખર-બંધી મંદિર છે. * નીચે, શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે. જૈનોની માન્યતા પ્રમાણે ભગવાન પાર્શ્વનાથ શ્રાવણ સુદ ૮ ને દિવસે મુનિઓ સાથે આ સ્થળેથી મોક્ષે સિધાવ્યા હતા. આથી આ ટેકરી પારસનાથ હીલ તરીકે પણ ઓળખાય છે. આમ સમેત શિખર તીર્થકરો અને મુનિગણોની તપોભૂમિ અને નિર્વાણ ભૂમિ હોઈને અહિની યાત્રા પુણ્યોપરોપકારી અને પાપ વિનાશકારી ગણાય છે.
અહિંથી જોતાં ચારે બાજુનું દ્રશ્ય મનોહર લાગે છે. આખો પર્વત વનરાજીથી આચ્છાદિત છે અને વાદળો પર્વતને આલિંગન કરતા હોય છે.
માગશર વદ દશમના દિવસે પાર્શ્વનાથ ભગવાનનો જન્મ થયો હતો એટલે તે દિવસે અહિ મોટો મેળો ભરાય છે. જેમાં જૈનેતર પણ મોટી સંખ્યામાં આવે છે.
અહિ મધુવનમાં શ્વેતાંબર અને દિગંબર ઘર્મશાળાઓ છે. ઓઢવા પાથરવા સહિતની રહેવાની અને ભોજનની વ્યવસ્થા છે.
મધુવન ગિરદિહથી લગભગ પચ્ચીસ કિલોમીટરના અંતરે અને પારસનાથની લગભગ બાવીસ કિલોમીટરના અંતરે આવેલું છે. આ બન્ને સ્થળોએ બસ, મોટરગાડી વગેરે મધુવનમાં આવેલ ધર્મશાળા સુધી લઈ જાય છે. ગિરદિહ અને પાર્શ્વનાથમાં પણ સ્ટેશનની નજદીક શ્વેતાંબર મંદિર અને ધર્મશાળાઓ છે. ત્યાં પણ સેવા પૂજા કરવા માટે અને રહેવાની અને ભોજનની વ્યવસ્થા છે.
RSSSSSSSSSSSSSSS ૧૩૦