________________
શ્રી પાવાપુરી તીર્થ
જૈન ધર્મના છેલ્લા અને ચોવીસમા તીર્થંકર અને જિન ધર્મના પ્રવર્તક ભગવાન મહાવીરે તેમના ભવ્ય અને માનવજાતિના કલ્યાણકારી જીવનના અંતિમ દિવસો પાવાપુરીમાં વીતાવ્યા હતા. અહિં જ તેમને જીવનનો અંતિમ ઉપદેશ આપ્યો અને નિર્વાણ પામ્યા. શ્વેતાંબર પંથની માન્યતા પ્રમાણે આસો વદ અમાસની રાત્રિના અંતિમ પ્રહરે સ્વાતિ નક્ષત્રમાં તેઓ નિર્વાણ પામ્યા હતા. જ્યારે દિગંબર પંથની માન્યતા પ્રમાણે આસો વદ (૧૪) ચૌદશની રાત્રિએ અંતિમ પ્રહરમાં નિર્વાણ પામ્યા હતા, આ જ સ્થળે તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.
આ ત્રણે સ્થળો - જ્યાં તેમને છેલ્લો ઉપદેશ આપ્યો, જ્યાં તેઓ નિર્વાણ પામ્યા, અને જ્યાં તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો એ ત્રણે સ્થળો, આશરે એકથી દોઢ કિલોમીટરના અંતરે આવેલાં છે. આ ત્રણે સ્થળોમાં જ્યાં તેમના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કા૨ ક૨વામાં આવ્યો તે ભૂમિને જૈનો વધુ પવિત્ર ગણે છે. મહાવીર સ્વામીના મોટાભાઈ નંદીવર્ધને અંતિમ દેશનાના સ્થળ અને અંતિમ સંસ્કારના સ્થળ પર ચોતરા બનાવીને મહાવીર સ્વામીના ચરણ ચિહ્ન પ્રસ્થાપિત કર્યાં હતાં. તે બન્ને સ્થળો આજે ગામમંદિર અને જલમંદિર તરીકે ઓળખાય છે. જે સ્થળે અગ્નિ સંસ્કાર કર્યો હતો તે સ્થળે, મૂળે એક જલમંદિર બાંધવામાં આવ્યું હતું. આજે હયાત છે તે જળમંદિર પાછળથી તે જગા પર બાંધવામાં આવ્યું હશે. જળમંદિર સંગેમરમરના પત્થરોથી બાંધવામાં આવ્યું છે. મંદિર કંઇક અંશે લંબચોરસ આકારનું છે. તેની ચારે બાજુ પગથિયાં અને એક સરખા થાંભલા અને કમાનો છે. વચ્ચે ઘુમ્મટ ઉપર સોનાના ઢાળ ચડાવેલા કળશ છે. વચ્ચે મોટા ઘુમ્મટની બે બાજુએ નાના ઘુમ્મટો છે. તેના ઉપર પણ સોનાનો ઢોળ ચડાવેલો કળશ છે. મંદિરના ગર્ભગૃહના મધ્યભાગમાં મહાવીર સ્વામીનાં પગલાં છે. તે, શ્યામવર્ણનાં લગભગ ૧૮ સે.મી.ના
૧૩૨