________________
માપનાં છે. અને તેની બે બાજુએ તેમના બે ગણધર પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને પાંચમા ગણધર સુધર્માસ્વામીનાં પગલાં છે. ચાર દિશાઓએ દેવડીઓ છે, જેમાં દાદાજી મહારાજ વગેરેના પગલાં છે.
મંદિરમાં જવા માટે એક બાજુએ મોટો પુલ બાંધવામાં આવ્યો છે તે લગભગ ૨૦૦ થી ૩૦૦ ફૂટની લંબાઈનો હશે.
મંદિરનું સ્થાપત્ય સુંદર અને આકર્ષક છે. તેને એક મોટા કમળના ફૂલોથી લદબદ સરોવરની વચમાં એક ટાપુ પર બાંધવામાં આવ્યું છે. આથી તેને જળમંદિર કહે છે. તળાવની વચમાં હોઈને મંદિર વધુ સુશોભિત લાગે છે. તળાવમાં પક્ષીઓનાં ટોળાં પણ આવે છે.
શ્વેતાંબર પંથના જૈનોની માન્યતા પ્રમાણે મહાવીર સ્વામી દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા, એટલે દિવાળીના દિવસે હજારોની સંખ્યામાં જૈનો અહિં યાત્રાએ આવે છે અને દીપાવલીનો તહેવાર ઉજવે છે. શ્વેતાંબર જૈનોની માન્યતા પ્રમાણે દીપાવલીનો તહેવાર ઉજવવાની પ્રથાનો મહાવીર ભગવાનના નિર્વાણ દિવસથી પ્રારંભ થયો. શ્વેતાંબર પંથીઓ આ દિવાળીની રાત્રિએ અંતિમ પ્રહ૨માં અહિં લાડુ ચડાવે છે.
આ મંદિર, અમૃતસરમાં આવેલા શીખોના સુવર્ણ મંદિરની સ્મૃતિ તાજી કરે છે. સુવર્ણ મંદિર પણ ચોતરફ પાણીની વચમાં બાંધવામાં આવ્યું છે અને તેમાં જવા માટે જળમંદિરમાં જવા માટે છે તેવો પુલ બાંધવામાં આવ્યો છે.
જળમંદિરની જગા માટે એવી કિંવદંતી છે કે હજારો અને લાખોની સંખ્યામાં તેમના અનુયાયી અને ભક્તોએ આ સ્થળ ઉપરથી તેમના આશીર્વાદ મેળવવા તેમના અવશેષોની રાખ અને માટી લીધી અને આથી ત્યાં મોટો ખાડો થઈ તળાવ બન્યું. તેમાં હજારો કમળો છે તેથી તે કમળ તળાવ કહેવાય છે અને તેની મધ્યમાં મંદિર બાંધવામાં આવ્યું છે.
આ જળમંદિરની પાસે જ દિગંબર પંથનું એક વિશાળ મંદિર છે.
આ ક્ષેત્ર પ્રાચીનકાળમાં મગધ દેશનું એક શહેર હતું, તે પાવા અને અપાપાપુરી તરીકે ઓળખાતું. આ શબ્દોનો અપભ્રંશ થતાં કાળક્રમે તેને
૧૩૩