________________
મહાવીર સ્વામીએ અહિંથી થોડે દૂર આવેલ ઋજુબાલિકા નદીના તીરે, તેર વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી અને અહિં જ તેમને કેવળ જ્ઞાન થયું હતું. આ પર્વત ઉપર જૈનોના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથે સમાધિ લઈને દેહત્યાગ કર્યો હતો. આથી આ પર્વતને સમાધિગિરિ પણ કહેવામાં આવે છે.
આમ, સમેત શિખર એ તીર્થંકરોની અને હજારો આત્માઓની તપોભૂમિ હોઈને, જૈન ધર્મીઓ માટે એક પવિત્ર અને પુણ્યમય ભૂમિ છે.
સમેત શિખર તીર્થને સમેતગિરિ, સમેત શિખર, સમાધિગિરિ, સમેતાચલ વગેરે નામોથી સંબોધવામાં આવતું હતું પણ હાલ તો તેનો ઉલ્લેખ સમેત શિખર અને પારસનાથ પહાડના નામથી કરવામાં આવે છે.
અહિંના ઇતિહાસની એક દિલચશ્પ કથા એ છે કે વિક્રમ સંવત ૧૬૪૯માં મોગલ બાદશાહ અકબરે શ્રીસમેતશિખર ક્ષેત્ર જૈન આચાર્ય શ્રી હીરવિજ્યસૂરિજીને ભેટ આપ્યું હતું. આ પછીના કાળમાં બીજો એવો પણ એક ઉલ્લેખ છે કે ‘વિક્રમ સંવત ૧૮૦૫માં દિલ્હીના બાદશાહ અહમદશાહે મુર્શિદાબાદના જગત શેઠ મહતાબરાયને મધુવન કોઠી, પારસનાથ તળેટીના ૩૦૧ વીધાં જમીન, પારસનાથ પહાડ વગેરે ભેટમાં આપ્યાં હતાં. તે પછી જગતશેઠ મહતાબરાયે તીર્થનો જીર્ણોદ્ધાર કરવાનું કામ ઉપાડ્યું, તે દરમ્યાન જગતશેઠ મહતાબરાયનું અવસાન થયું. તેમના પછી આવેલા તેમના વારસદાર ખુશાલચંદ શેઠે આ કામ ચાલુ રાખ્યું. એક કિંવદંતી છે કે વીસ તીર્થંકરોના નિર્વાણ સ્થાનોની ચોક્કસ માહિતી નહિ મળવાથી ખુશાલચંદ શેઠે પં. દેવવિજ્યજીની પ્રેરણાથી અઠ્ઠમ તપ કરીને પદ્માવતી દેવીની ઉપાસના કરી અને તીર્થંકરોના નિર્વાણ સ્થાનોની પ્રમાણિકતા પ્રાપ્ત કરી. પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ હાજર થઈને માર્ગ દર્શન આપી જણાવ્યું કે પહાડ પર જ્યાં જ્યાં કેસરના સ્વસ્તિક ચિહ્ન મળે તેને મૂળ સ્થાન માનીને તીર્થંકરોનાં નિવાસ સ્થાન સમજીને ત્યાં સ્તૂપ અને ચરણ પાદુકાઓનું નિર્માણ કરવું, આ આદેશને અનુસરીને ખુશાલચંદ શેઠે તીર્થંકરોની ચરણ પાદુકાઓનું નિર્માણ કર્યું. આ જ
૧૨૮