________________
શિખર પહાડ ઉપર મંદિરમાં પાર્શ્વનાથ મૂળ નાયક છે અને સમેત શિખર પારસનાથ ગિરિ તરીકે પણ ઓળખાય છે. તે તેરસો છાસઠ (૧૩૬) મીટર ઊંચો છે. ઉપર ચઢવા માટે પગથિયાં છે. જે યાત્રાળુઓ શારીરિક અશક્તિને કારણે પહાડ ઉપર ન ચઢી શકે તેના માટે ડોળીઓની વ્યવસ્થા પણ છે.
સમેત શિખર અત્યંત પવિત્ર તીર્થ મનાય છે એટલે યાત્રિકો ચામડાના જોડા પહેરી ઉપર ચઢતા નથી. કોઈ કંતાનના જોડા પહેરીને ચઢે છે તો કોઈ ઉઘાડા પગે ચઢે છે. યાત્રા આસોમાસમાં શરૂ થાય છે અને ફાગણ મહિનાની પૂર્ણિમા સુધી ચાલુ રહે છે. પહાડ પરનો યાત્રામાર્ગ સુરક્ષિત અને સુવિધાવાળો છે અને વચમાં હરિયાળી ગિરિકું છે જેમાંથી પવનની આલ્હાદક લહરીઓ આવે છે. પગે ચાલીને ઉપર જનાર યાત્રાળુઓને આથી રાહત મળે છે, અને થાકની અસર ઓછી થાય છે. પર્વત પર સૌથી અધિક જૈન યાત્રાનાં સ્થળો છે.
મધુવનમાં જૈનોની બે વિશાળ ધર્મશાળાઓ છે. અહિં યાત્રાળુઓ માટે આવાસ અને ભોજનની વ્યવસ્થા છે.
મધુવનમાં પણ મંદિરો આવેલાં છે. યાત્રાળુઓ મધુવનમાં આવેલાં મંદિરોમાં દર્શન કરી પહાડ પરના મંદિરોની યાત્રાએ જાય છે.
પર્વત પર એકત્રીસ (૩૧) ટૂંક યાને શિખરો છે. યાત્રાળુઓ સૌ પ્રથમ મહાવીર સ્વામીના પ્રથમ ગણધર જેને લબ્ધિના દાતાર અને જેમના નામસ્મરણથી મનોવાંછિત કાર્ય સિદ્ધ થાય છે તેમ માને છે તે ગૌતમ સ્વામીની દોરી આગળ આવે છે અને ત્યાંથી યાત્રાનો આરંભ કરે છે. માર્ગમાં જળમંદિર આવે છે. એમાં જૈનોના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની શ્યામ પાષાણની મનમોહક પદ્માસનસ્થ પ્રતિમા છે. એના ઉપર સહસ્ત્રફણાવાળા નાગનું છત્ર છે. જે સ્થળે પાર્શ્વનાથ ભગવાન નિર્વાણ પામ્યા હતા, તે જલમંદિરથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાં પાર્શ્વનાથ ભગવાનની પાદુકાઓ સ્થાપિત કરવામાં આવી છે.
૧૨૭