________________
તીર્થંકરોનાં પગલાં છે એવો ઉલ્લેખ કર્યો છે તેમજ વૈભારગિરિ અર્થાત્ રાજગૃહી ઉપર મહાવીર સ્વામીના પગલાં છે.
એ જ ચૈત્યવંદનમાં બીજી નીચે મુજ્બની પંક્તિઓમાં બીજાં મોટાં તીર્થયાત્રાના સ્થળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શંત્રુજયે શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર, તારંગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ જુહાર, અષ્ટાપદ ગિરિ ઉપરે જિન ચોવીસે જોય,
અર્થાત્ શત્રુંજ્યગિરિ તીર્થ ઉપર પ્રથમ તીર્થંકર ઋષભદેવ, ગિરનાર પર્વત પર બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ, તારંગાની ટેકરી ઉપર બીજા તીર્થંકર અજીતનાથ અને આબુ પર્વત પર પહેલા તીર્થંકર ઋષભદેવ મૂળનાયક છે. તેમજ અષ્ટાપદ પર્વત પર ચોવીસે તીર્થંકરની પ્રતિમાઓ છે. આ વર્ણનમાં મુખ્ય યાત્રાના સ્થળોનો ઉલ્લેખ છે, જેમાં અષ્ટાપદ પર્વત કૈલાસ-માનસરોવ૨ના રસ્તે દાહેચીનથી આગળ પંદર વીસ ડુંગર વટાવ્યા પછી આવેલો છે.
સૌરાષ્ટ્રમાં આવેલ પાલિતાણાનું શત્રુંજ્ય તીર્થ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. મોટે ભાગે જૈનો શત્રુંજ્યની યાત્રાએ વધુ જાય છે. શત્રુંજ્યના પહાડ ઉપર સેંકડોની સંખ્યામાં જૈનોના શ્વેતાંબર અને દિગંબર પંથના મંદિરો આવેલાં છે. સમેતશિખર પર તો એક જ જૈન મંદિર છે, બાકીના સ્થળોએ તીર્થંકરનાં પગલાં છે.
બિહાર પ્રાંતના હઝારીબાગ જીલ્લાના ગિરદિહથી પચ્ચીસ કિલોમીટરના અંતરે, પાવાપુરીથી બસો કિલોમીટરના અંતરે અને પારસનાથથી બાવીસ કિલોમીટરના અંતરે સમેતશિખર આવેલું છે. ગિરદિહ પારસનાથ વગેરે સ્થળોથી મધુબન સુધી બસ, મોટરગાડી વગેરે વાહનો મધુવનમાં આવેલી ધર્મશાળાઓ સુધી જાય છે.
મધુવનથી સમેતશિખર ઉપર ચઢવાનો માર્ગ શરૂ થાય છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ અહિંથી મોક્ષે સીધાવ્યા હતા તેથી સમેત
૧૨૬