________________
શ્રી સ્થૂલિભદ્રસ્વામીએ જૈન શ્રમણ સંઘને ભેગો કરી આગમોને એકત્રિત કર્યા અને તેને અગિયાર અંગોમાં સુવ્યસ્થિત કર્યા.
દિંગબર પંથીઓની માન્યતા પ્રમાણે શ્રી સ્થૂલિભદ્રસ્વામીજીના સમયથી જૈનોના શ્વેતાંબર અને દિગંબર એમ બે જુદા જુદા સંપ્રદાય બન્યા.
સાતમી સદી સુધી પાટલીપુત્રમાં જૈનોની જાહોજલાલી હતી. જૈનધર્મનો ઘણો ફેલાવો થયો હતો. ઘણા આચાર્યો અને સાધુસંતોએ જૈનધર્મ ઉપર પુસ્તકો લખ્યાં હતાં. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિએ તત્વાર્થ સૂત્રની રચના અહિંયા જ કરી હતી.
પાટલીપુત્ર યાને આજનું પટણા એ શ્રી સંભૂતિ વિજ્ય, શ્રી ભદ્રબાહસ્વામી- શ્રી સ્થૂલિભદ્ર સ્વામી, શ્રી ઉમાસ્વાતિજી, શેઠ સુદર્શન વગેરે અનેક મહાનુભાવોની સ્મૃતિથી સભર છે. અને જૈનો આજે પણ પટણાને તીર્થ માની યાત્રાએ આવે છે.