________________
ગાળા દરમ્યાન કોશીએ સ્થૂલિભદ્રને સંયમમાંથી ચ્યુત કરવા અનેક પ્રકારના હાવભાવ અને ચેનચાળા કર્યા, પણ સ્થૂલિભદ્ર કિંચિત માત્ર તેમના સંયમમાંથી ચ્યુત ન થયા. આ સંયમના પ્રતાપે કોશી શ્રાવિકા બની અને શ્રાવિકાનાં બાર વ્રતો ધારણ કર્યાં. મુનિ સ્થૂલિભદ્રજી ચોમાસુ કરીને પાછા આવ્યાં. સ્થૂલિભદ્રના ગુરૂ તેમના સંયમ ઉપર વારી ગયા હતા એટલે આસન ઉ૫૨થી ઊભા થઈ સ્થૂલિભદ્રને ગળે વળગાડી આવકાર આપ્યો.
સ્થૂલિભદ્ર મુનિ શ્રુતજ્ઞાની હતા. તેમનો જન્મ અને સ્વર્ગવાસ પણ અહિં થયો હતો. અહિં જ તેમને જૈન આગમોનું વાંચન કરાવીને, અગિયાર અંગોને સુવ્યવસ્થિત કર્યા હતા.
અહિં ગુલઝારબાગ આગળ સ્થૂલિભદ્ર સ્વામીનું મંદિર અને તેમની ચરણપાદુકાઓ છે. આ ઉપરાંત બીજાં શ્વેતાંબર અને દિગંબર પંથનાં મંદિરો તેમજ ત્યાં આવેલ તળાવના કિનારે સુદર્શન શેઠનાં અને આર્ય સ્થૂલિભદ્રજીનાં મનમોહક સ્મારકો છે.
શેઠ વૃષભદત્તના પુત્ર સુદર્શન વિશે જે અલૌકિક કથા છે કે તેમને ચંપાપુરીમાં સૂળી પર ચઢાવ્યા હતા, ત્યારે નવકાર મંત્રના પ્રભાવથી તે સિંહાસન બની ગયું હતું. તેમનો સ્વર્ગવાસ પણ અહિં પાટલીપુત્રમાં થયો હતો. ગુલઝાર બાગ આગળ તેમના ચરણ અને સ્વર્ગારોહણ સ્વર્ગસ્થાન
છે.
રાજા મહાપદ્મનંદ પછી પાટલીપુત્રની સત્તા મૌર્યવંશના પ્રથમ રાજા ચંદ્રગુપ્ત મૌર્યના હાથમાં આવી. આ ગાળા દરમિયાન બાર વર્ષનો દુકાળ પડ્યો. તે સમયે ભદ્રબાહુ સ્વામી હજારો મુનિગણ સાથે દક્ષિણમાં આવેલ શ્રવણ બેલગોલામાં ચંદ્રગિરિ પર્વત પર રહ્યા હતા. રાજા ચંદ્રગુપ્ત પણ ભદ્રબાહુસ્વામીની સાથે ગયા હતા.
સ્થૂલિભદ્રસ્વામીએ આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીજીની સાથે રહીને દશ પૂર્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. જ્યારે બાર વર્ષનો દુકાળ પડ્યો ત્યારે જૈન આગમોને કંઠસ્થ રાખવાની પરંપરા ભૂલાતી જતી હતી, તે સમય શ્રુતધર
૧૨૩