________________
તેને સોળે કળાના શણગારથી સજી છે. એ ખરું કે આ ઈમારત હાલ એક શાંત નિર્જન વનમાં અને ભૌગોલિક દ્રષ્ટિએ એક ખૂણામાં આવેલી છે. તેના પત્થર આરસ પહાણના હોવા છતાં તાજમહાલના પત્થર જેટલા સફેદ અને આકર્ષક નથી. વળી તાજમહાલના આગળના ભાગમાં પાણીનો હોજ જેમાં તાજમહલ નું અપ્રતિમ પ્રતિબિંબ પડે છે તે પણ અહીંયાં નથી, છતાં આ મંદિર ભારતના અનેક સ્થાપત્ય અને શિલ્પકળાના ઉત્કૃષ્ટ મંદિરોમાં એક અનોખી ભાત પાડે છે. તે એક અનોખી શૈલીમાં બાંધવામાં આવ્યું છે. અહીં કલાની ભવ્યતા અને રમ્યતાનો સુભગ સમન્વય થયો છે.
રાણકપુર આગળ પ્રાકૃતિક સૌંદર્ય પણ અનુપમ છે.
એક બાજુ નદી વહે છે, બીજી બાજુ ટેકરીઓ છે. બાજુમાં જંગલો છે. પહેલાં તો અહીં વન્ય પશુઓ પણ હતાં. જાતજાતના પંખીઓનો કલરવ તો આજે પણ સાંભળવા મળે છે અને તે યાત્રાળુઓ અને પર્યટકોના આનંદમાં ઉમેરો કરે છે. આમ અહીંયા પ્રાકૃતિક સૌંદર્યનો અને માનવ નિર્મિત લલિતકળાના સૌંદર્યનો સુભગ સમન્વય થયો છે. જગા નિર્જન હોઈ વાતાવરણ ઘણું શાંત અને પવિત્ર લાગે છે અને માનવીમાં રહેલી ઉદ્દાત્ત ભાવનાઓને જાગૃત કરે છે.
સ્વર્ગસ્થ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, સીબા (Ciba)ના મેનેજીંગ ડાયરેક્ટરને આ મંદિર જેવા રાણકપુર લઈ ગયા હતા. આ મંદિરની શિલ્પકળા અને ખાસ કરીને સ્થાપત્ય કલા જોઈને સીબા (Ciba)ના મેનેજીંગ ડાયરેક્ટર એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમને આ મંદિરની સ્થાપત્ય કલાના, અને તેની શિલ્પકળાના મંદિરના અંદરના ભાગમાંથી બધી બાજુએથી ફોટાઓ લેવા પેરિસથી એક નિષ્ણાત ફોટોગ્રાફરને પોતાના ખર્ચે, ભારત મોકલી ફોટાઓ લેવડાવ્યા હતા. તેનું એક આલ્બમ બનાવીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ભેટ તરીકે મોકલાવ્યું હતું.મારી જાણ
S ૮૯ SSSSSS