________________
ચઢવા માટે ચારે બાજુ પગથિયાં છે. એવી જ રીતે, પ્રવેશ કરવા માટે ચારે બાજુ દ્વારો છે. પહેલે માળે વચમાં રંગમંડપ છે. ચાર દિશામાં આવેલા આવા ચાર મેઘનાદ મંડપો છે. આ મંડપો પણ અજોડ છે. તેમાં ધણીજ બારીકાઈથી કોતરવામાં આવેલા લગભગ ચાલીસ ફૂટ ઊંચા સ્તંભો છે. સ્તંભોની વચમાં મોતીઓની માળાની જેમ લટકતાં ઉત્કૃષ્ટ પ્રકારની કોતરણીવાળાં તોરણો છે. મંડપની ઉપર ગુંબજ છે. તેની સુંદર કોતરકામવાળી છતોમાં વચ્ચે ઝુમરની જેમ લટકતાં કોતરકામવાળાં લોલક છે. ગુંબજના ખૂણાના ભાગ ઉપર પૂતળીઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. શિખરોના ગુંબજ અને છતો ઉપર કેટલાક પુરાતન પ્રસંગો કોતરવામાં આવ્યા છે. સ્તંભો અને છત પર સુશોભિત અલંકરણો છે.
મંદિરના ગર્ભગૃહમાં ચારે દિશાઓમાં ભગવાન આદિનાથની ૭૨ (બહોતેર) ઈંચ ઊંચી શ્વેતવર્ણી પદ્માસનસ્થ પ્રતિમાઓ છે. એવી જ રીતે બીજે અને ત્રીજે માળે, ચારે દિશામાં ચાર ચાર તીર્થકરોની પ્રતિમાઓ છે. આથી આ મંદિરને ચતુર્મુખ જિન પ્રસાદ કહેવામાં આવે છે. આ મંદિરમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ તથા સહસ્ત્રફૂટની શિલાપટ્ટ મૂર્તિઓ છે.
આ મંદિરની ઉત્તરદિશા તરફ રાયણવૃક્ષ તથા ભગવાન આદિનાથના ચરણચિહ્નો છે. મંદિરમાં કેટલાંક ભોંયરાં છે. રાણકપુરના મંદિરની કોતરણી આબુના દેલવાડાના મંદિરની કોતરણી જેવી જ આકર્ષક છે, પણ આ મંદિરની વિશાળતા યાત્રાળુઓને અને પર્યટકોને વધુ આકર્ષિત કરે છે. જનસમૂહમાં એવી કહેવત પડી છે કે "આબુની કોતરણી અને રાણકપુરની માંડણી”. આમ, આ મંદિરની શૈલી બિલકુલ નિરાળી અને વિશ્વવિખ્યાત છે- અહીં મંદિરની બહારનું દ્રશ્ય આકર્ષક છે તો અંદરની શિલ્પકળા અદ્ભૂત છે. ભારતીય શિલ્પકળાના અદ્વિતીય નમૂનાઓથી મંદિર છવાઈ ગયું છે. અહીંની શિલ્પકળા, વાસ્તુવિદ્યાની પ્રગતિ અને શિલ્પકારોની સિદ્ધહસ્તતાનું પ્રમાણ પુરૂં પાડે છેમંદિરની સહુથી અદ્વિતીય વિશેષતા તેની કલાત્મક સંભાવલિ છે. આ સ્તંભોની સંખ્યા ૧૪૪૪ (ચૌદસોને સુવાલીસ) છે. આ સ્તંભોના આધારે (૨૯) ઓગણત્રીસ