________________
લખવા મુજબ ત્યારે સમૃદ્ધ અને સંપત્તિવાન ત્રણ હજાર શ્રાવકોનાં ઘર . હતાં. મોગલ બાદશાહ અકબરના સમયમાં શ્રી હરવિજ્ય સૂરીશ્વરજીના સદુપદેશથી મેઘનાથ મંડપ બાંધવાનો અને જીર્ણોદ્ધાર કરાવવાનો ઉલ્લેખ મળે છે. બે જૈન મુનિઓએ આ મંદિર પર સ્તવનો રચીને તીર્થની સુંદરતાના વખાણ કર્યા છે અને પંડિત મેધગણિવર્ય અહીં સાત મંદિરો હોવાનો અને શ્રી વિમળસૂરીજીએ પાંચ મંદિરો હોવાનો ઉલ્લેખ કર્યો છે, પણ હાલ તો ત્રણ મંદિરો જ છે. આ ત્રણ મંદિરોમાં “ધરણ વિહાર મંદિર' ટેકરીઓની વચમાં તેના ગંગનચુંબી શિખરો સાથે પુરાણીનગરી રાણકપુરના ભૂતકાળના ભવ્ય ઈતિહાસનો ખ્યાલ આપતું અસલ હાલતમાં ખડું છે. એ ખરું કે વિક્રમ સંવત ૨૦૦૯ની સાલમાં શ્વેતાંબર જૈન સંઘની જાણીતી પેઢી આણંદજી કલ્યાણજી દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો. મુખ્ય મંદિરની ચૌમુખ ભગવાનની સંગેમરમરની પ્રતિમા બિલકુલ જીર્ણ થઈ ગઈ હતી. એને અસલના જેવી જ નવી બનાવવામાં આવી છે. અસલ મૂર્તિને બહાર એક બાજુ પર રાખી મૂકવામાં આવી છે. તે પ્રાચીન શિલ્પકળાનો ખ્યાલ આપે છે. - જ્યારે આણંદજી કલ્યાણજીની પેઢીએ આ મંદિરનો વહીવટ તેમના હાથમાં લીધો ત્યારે તો આ મંદિર અને તેની આસપાસની ભૂમિ બહુ જ બિસ્માર હાલતમાં હતી. મંદિરમાં ઝેરીલા જીવજંતુઓ અને પક્ષીઓના માળા હતા. ત્યારે ત્યાં રહેવાની અને ખાવાપીવાની કોઈ વ્યવસ્થા ન હતી આણંદજી કલ્યાણજીની પેઢીએ જીર્ણોદ્ધાર કરાવવાની સાથે સાથે રહેવા માટે સુખ-સગવડતાવાળી ધર્મશાળા અને ખાવાપીવા માટે ભોજનશાળાની વ્યવસ્થા કરી. આ વ્યવસ્થાને લીધે હાલમાં માત્ર જૈનો જ નહિ પણ ઈતર કોમના દેશ પરદેશના પર્યટકો આ અપ્રતિમ ભવ્ય મંદિર જોવા આવે છે.
આ મંદિર બંધાવવા માટે ઘરણાશાહને પ્રેરણા મળી. તેનો પણ દિલચસ્પ ઈતિહાસ છે. મુખ્ય પ્રેરણા ધરણાશાહને શ્રી સોમસુંદર સૂરીશ્વરજી મહારાજ તરફથી મળી હતી. તેમના ઉપદેશથી તેમનામાં