________________
બાંધવાનો ખર્ચ કેમ કરી શકશે? સ્થપતિએ શેઠની ઉદારતાની ચકાસણી કરવા ધરણાશાહને કહ્યું કે આવું મંદિર બનાવીએ તેના પાયામાં તો ચાંદીની પાટો નાખવી જોઈએ. ધરણાશાહની ઉદારતા અને ભક્તિ અજોડ હતાં એટલે સ્થપતિના આ વિચારને તેમણે અપનાવ્યો અને પાયામાં નાખવા ચાંદીની પાટોના ગાડાંને ગાડાં મંગાવ્યાં અને આમ ચાંદીની પાટોથી મંદિરનો પાયો પૂરવામાં આવ્યો.
સ્થપતિ આથી આશ્ચર્યચકિત થઈ ગયો અને પછી તેને ખબર પડી કે મરેલ માંખીમાંથી કાઢી લીધેલ તેલની પાછળ ધરણાશાહ શેઠની કંજૂસાઈ નહિ પણ જયણાં યાને જીવદયાની ભાવના હતી.
ઘરણાશાહની ઈચ્છા આ મંદિર સંસારનું શ્રેષ્ઠ સર્જન બની રહે તેવી હતી એટલે તેમણે તો મંદિર બાંધવા પાછળ છૂટે હાથે અઢળક ધન ખર્ચ્યુ. મંદિર સાતમાળનું બાંધવાની ધારણાશાહની ઈચ્છા હતી, પણ ત્રણ માળ બાંધવામાં તો પચાસ વર્ષ નીકળી ગયાં. ધારણાશાહને તો જીવન દરમ્યાન મંદિરની પ્રતિષ્ઠા કરવી હતી. ત્રણ માળ થયા પછી મંદિરને પૂરું કરવાનો સ્થપતિઓને આદેશ આપ્યો. ત્રણ માળનું મંદિર પૂરું થયું અને વિક્રમ સંવત ૧૪૯માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી.
એમ કહેવાય છે કે, ધરણાશાહ જેટલા દાનવીર હતા તેટલા જ ધર્મવીર હતા. બત્રીસ વર્ષની ઉંમરે તો તેમને બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું હતું.
આ તીર્થની મહત્તા વર્ણવતાં કવિવર શ્રી ઋષભદાસે શ્રી હીરવિજ્યજીસૂરી રાસમાં લખ્યું છે કે "આ ગઢ આબુનવિ ફરસીયો, ન સૂણ્યો હીરનો રાસઃ રાણકપુર નર નાવિ ગયો, ત્રિણ્ય ગર્ભાવાસ.”
પંડિત મેઘકવિએ વિક્રમ સંવત ૧૪૯૯માં મંદિર જોયું હતું. તેમને રચેલ “રાણિગપુર' ચતુર્મુખ પ્રસાદ સ્તવનમાં આ રાણપુર નગરને ત્યારના ગુજરાતના પાટનગર પાટણ સાથે સરખાવ્યું હતું. તેમના