________________
ગોમટેશ્વર
શ્રવણ બેલગોલા જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથ યાને ઋષભદેવ તે નાભિરાજાના મરૂદેવીથી જન્મેલા પુત્ર હતા. નાભિરાજા અને ઋષિઓએ ભગવાન પાસે નાભિરાજને પુત્ર થાય તેવી માગણી કરી. ભગવાન ઋષિઓની વિનંતી નકારી શક્યા નહિ, અને તેઓ ખુદ નાભિરાજાને ત્યાં અવતાર લેશે તેમ જણાવ્યું. આમ નાભિરાજાને ત્યાં ઋષભદેવના દેહમાં ખુદ ભગવાને અવતાર ધારણ કર્યો એવો શ્રીમદ્ ભાગવતમાં ઉલ્લેખ છે. જૈન પુરાણોના આધારે તેમને માનવ જાતિની સંસ્કૃતિના આધ પિતા માનવામાં આવે છે. આથી તેમનો આદિનાથ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. જૈનોના પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રમાં એવો ઉલ્લેખ પણ છે, કે અહંત ઋષભદેવે ઘણાં વર્ષો રાજ્ય કર્યું હતું. એ દરમ્યાન તેમણે માનવજાતિને ૭૨ વિજ્ઞાનની કળાઓ શીખવી. આમાં લેખન કળા પ્રથમ સ્થાને હતી. વળી તેમને ગણિત શાસ્ત્ર, શુકન શાસ્ત્ર, સ્ત્રીઓના ૪ ગુણો, સો કળાઓ અને પુરુષના ત્રણ વ્યવસાયો વગેરેનું જ્ઞાન પણ આપ્યું હતું. વળી એમ પણ કહેવાય છે કે તેમણે પોતાની પુત્રી બ્રાહ્મીને હંસ વગેરે અઢાર (૧૮) જાતની લિપિઓ શિખવાડી હતી. તેમાં મૂળ લિપિનું નામ તેમની દીકરી બ્રાહ્મીના નામ ઉપરથી બ્રાહ્મીલિપિ પડ્યું. આમ, ઋષભદેવે વ્યવહાર ધર્મને વ્યવસ્થિત કરીને તેની સ્થલ્પના કરી.
ઋષભદેવને સો પુત્રો હતા. પ્રથમ પુત્રનું નામ ભરત હતું અને બીજા પુત્રનું નામ બાહુબલિ. સાધુપણું અંગીકાર કર્યું તે પહેલાં ષભદેવ એક મહાન સમ્રાટ હતા. તે સમયની પ્રથા અને રીત રિવાજ મુજબ તેમના પછી તેમના સૌથી મોટા પુત્ર ભરત ગાદી પર આવ્યા. તેમના નામ ઉપરથી હિંદ દેશનું નામ ભારતવર્ષ પડ્યું, એવો ઉલ્લેખ હરિવંશ અને ભાગવતમાં આવે છે. જૈન શાસ્ત્રોમાં પણ એવો જ ઉલ્લેખ છે.
૧૦૮ SS