________________
તીરે અને પાંચમું કલ્યાણક મોક્ષ પાવાપુરીમાં થયું હતું. દિગંબર પંથીઓની માન્યતા પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીનાં ત્રણ કલ્યાણક વૈશાલીથી ત્રણચાર કિલોમીટરના અંતરે આવેલ વાસુકુંડ યાને કુંડપુરમાં થયા હતાં. આમ જૈનોના વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકરોમાંથી બાવીસ તીર્થંકરો બિહારમાંથી મોક્ષે સિધાવ્યા હતા માત્ર બે તીર્થંકરો, પ્રથમ તીર્થંકર આદિનાથ અને બાવીસમા તીર્થંકર નેમનાથ અનુક્રમે અષ્ટાપદ અને ગિરનાર પર્વત ઉપરથી મોક્ષે સિધાવ્યા છે.
ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાંથી ત્રણ ગણધરો શ્રી ઈન્દ્રભૂતિ અર્થાત્ શ્રી ગૌતમસ્વામી, શ્રી અગ્નિભૂતિ અને વાયુભૂતિનો જન્મ બિહારમાં આવેલ નાલંદાથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ શ્રી કુંડલપુરમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓ હતા. એક મત પ્રમાણે બિહારમાં આવેલ ગુણાયાજી તીર્થમાં શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું. સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર એ છેલ્લા કેવળી શ્રી જંબુસ્વામી, શ્રી યશોભદ્રસૂરીશ્વરજી, શ્રી સંભૂતિવિજ્ય, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સ્થૂલિભદ્ર વગેરે આચાર્યોની જન્મભૂમિ છે. અહિં પાટલીપુત્રમાં જ્યારે બાર વર્ષનો દુકાળ પડ્યો ત્યારે શ્રી સ્થૂલિભદ્ર સ્વામીજીએ જૈન શ્રમણ સંઘને એકત્રિત કરી તેને અગિયાર અંગોમાં સુવ્યવસ્થિત કર્યા હતા. અને એજ પાટલીપુત્રમાં રાજનર્તકી અને વેશ્યા કોશીએ શ્રી સ્થૂલિભદ્રના ઉપદેશથી જૈનધર્મ અંગીકાર કરી શ્રાવિકા બની અને શ્રાવિકાના બાર વ્રતો ધારણ કર્યાં હતાં. નવકાર મંત્રના પ્રભાવથી સૂળીને સિંહાસન બનાવનાર શેઠ વૃષભદત્તના પુત્ર શ્રી સુદર્શનનો સ્વર્ગવાસ પણ અહિં પાટલીપુત્રમાં થયો હતો, અને અહિં જ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીએ ‘તત્ત્વાર્થ સૂત્ર’ની રચના કરી હતી.
બિહારમાં આવેલ ચંપાપુરી મહારાજા શ્રીપાલ અને સતી ચંદનબાળાની જન્મભૂમિ છે. ભગવાન મહાવીરના પરમભક્ત શ્રાવક કામદેવ પણ ચંપાપુરીના હતા. અત્યંત ધર્મનિષ્ઠ અને દયાવાન અને
૧૨૦