________________
શ્રી પાટલીપુત્ર તીર્થ : પટણા
બિહારનું પાટનગર પટણા શ્રી પાટલીપુત્ર, કલા, સંસ્કૃતિ અને
ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે, વિખ્યાત શિલ્પકાર શ્રી દેવી પ્રસાદ રાયચૌધરીએ બનાવેલું શહીદ સ્મારક વર્તમાન પટણાનું એક અનોખું આકર્ષણ છે.
જૈન ધર્મના ઉદ્દભવસ્થાન સમા બિહારનું આ પાટનગર પાટલીપુત્ર, બિબીસાર અને શ્રેણિક રાજાના પૌત્ર અજાતશત્રુના પુત્ર ઉદયને, ઈ.સ. પૂર્વ ૩૮૮ની સાલમાં વસાવ્યું હતું. અહીં ગુલઝાર બાગ આગળ સ્થૂલિભદ્ર સ્વામીનું મંદિર અને તેની ચરણ પાદુકાઓ છે અને સંભૂતિ વિજય, ભદ્રબાહુસ્વામી, શ્રી ઉમા સ્વાતિ અને શેઠ સુદર્શન જેવા અનેક મહાનુભવોની સ્મૃતિથી સભર છે.