________________
હતી. તેના પર સંવત બે (૨)નો ઉત્કીર્ણ લેખ છે. આ પ્રતિમા લોઢુવાથી અહિં લાવવાની પાછળ એક કડવાશ ભર્યો ઈતિહાસ છે.
જેસલજીએ વિક્રમ સંવતની ૧૩મી સદીની શરૂઆતમાં જેસલમેર વસાવ્યું, તે અગાઉ લોઢુવામાં તેમના ભત્રીજા ભોજદેવ રાવળ રાજ્ય કરતા હતા. કાકા ભત્રીજામાં કંઈ અણબનાવ થવાથી જેસલજીએ મહમદ ધોરીની મદદથી લોઢુવા પર ચઢાઈ કરી, ભોજદેવને હરાવી લોઢુવા જીતી લીધું. લડાઈમાં લોવાના હજારો સૈનિકો માર્યા ગયા હતા, અને પ્રજા ભયની મારી લોઢુવા છોડી વેરવિખેર થઈ ગઈ હતી. એટલે જેસલજીએ લોકુવાથી અહિ આવી જેસલમેર વસાવ્યું હતું અને સાથે લોઢુવા મંદિરના મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા લાવ્યા હતા. આ પ્રતિમાને આચાર્ય શ્રી જીનપતિ સૂરિશ્વરજીના દ્વારા વિરાજીત કરવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ મંદિર બંધાવીને પ્રતિમાની પ્રતિષ્ઠા આચાર્ય શ્રીજીનકુશળ સૂરીશ્વરજીના હસ્તે કરાવવામાં આવી હતી. તે પછી મંદિરનું નવનિર્માણ કરી, વિક્રમ સંવત ૧૪૭૩માં પ્રતિમાની પુન:પ્રતિષ્ઠા કરી મંદિરનું નામ લક્ષ્મણ વિહાર” રાખ્યાનો ઉલ્લેખ મળી આવે છે.
આ મંદિરને જેસલમેરનું મુખ્ય મંદિર માનવામાં આવે છે અને તેમાં મૂળ નાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હોઈને તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરના નામથી પણ પ્રચલિત છે. અહિંના બીજા મંદિરો સોળમી સદીમાં બંધાયાનો ઉલ્લેખ છે.
અહિં મંદિરોમાં હજારો નાની મોટી જીન પ્રતિમાઓની પૂજા કરવામાં આવે છે. શ્રી શત્રુંજ્ય તીર્થ પછી આટલી મોટી સંખ્યામાં પૂજિત પ્રતિમાઓ જેસલમેર સિવાય ભાગ્યે જ બીજા કોઈ સ્થળે હશે. અહિં એક પાષાણ પટમાં જવ જેટલા મંદિરમાં તલ જેટલી પ્રતિમા કોતરવામાં આવી છે.
મંદિરનું મુખ્યદ્વાર નાનું છે પણ તેના દરવાજાનું વિશાળ તોરણ ધણુંજ કલાત્મક અને આકર્ષક છે, તોરણની બન્ને બાજુએ દેવદેવીઓની મૂર્તિઓ છે. જેમાં ભૈરવ મુખ્ય છે. સુંદર કલાત્મક મૂર્તિઓ, વાદક વાદિનીઓની મુદ્રાઓ, હાથી, સિંહ અને અને ઘોડાની મુખાકૃતિઓ અને કલામય