________________
આ ભંડારોમાં કેટલાંક પુસ્તકો સોનેરી અને રૂપેરી અક્ષરોથી લખાયેલાં હતાં. એમ કહેવાય છે કે સોનું ચાંદી મેળવવાની લાલસાથી અહિંના પૂજારીઓએ, કેટલાંક ગ્રંથોને સળગાવી ભસ્મીભૂત કરી નાંખ્યા હતા. આ ભંડારોમાં આજે પણ કેટલાક ગ્રંથો એવા છે કે બીજા કોઇ સ્થળે ઉપલબ્ધ નથી.
આ જ્ઞાન ભંડારમાં એક તાડપત્રનો ગ્રંથ છે. જે ૩૪ ઈંચ લાંબો છે. તેમાં લગભગ પાંચ હજાર પાના પર ફોટાઓ પણ લેવામાં આવ્યા છે. કેટલીક હસ્તપ્રતો રંગબેરંગી ચિત્રોથી સજાવેલી છે, અને કેટલીક હસ્તપ્રતો સુવર્ણ અક્ષરોથી અંકિત છે.
અફસોસની વાત એ છે કે આ ભંડારોનો યોગ્ય ઉપયોગ થતો નથી. તેમાં કંઇક અંશે વહીવટદારો પણ દોષિત હશે. જ્ઞાન ભંડારોને તાળા કૂંચીમાં રાખવામાં આવ્યા છે. જૈન કોમ ધનાઢ્ય છે. આ ભંડા૨ોનો ઉપયોગ કરવા માટે એક સંશોધન વિભાગ શરૂ કરીને તેનો યથોચિત ઉપયોગ કરાવી શકે તેમ છે. આ દિશામાં સરકાર પણ યોગ્ય પગલું ભરી શકે તેમ છે. આપણે તો એટલું જ ઇચ્છીએ કે આ ભંડારોનું જતન થાય, ત્યાં સંશોધન થાય અને માનવ જાતિના જ્ઞાનમાં ઉમેરો
થાય.
આ જ્ઞાન ભંડારના ઓરડામાં પન્નાની એક મૂર્તિ છે જે સોનાની ફ્રેઈમમાં રાખવામાં આવી છે.
જેસલમેરથી લગભગ ૪૧ કિલોમીટરના અંતરે રણના પ્રદેશમાં સુમ નામે ગામ આવેલું છે. સુમા જાતિના રહેવાસીઓના નામ ઉ૫રથી આનું નામ સુમ પાડવામાં આવ્યું હશે. અહિં રેતીઓના ટેકરામાં પડતી લહરીઓ અને મોજાંઓ એક અદ્ભુત દ્રશ્ય ખડું કરે છે. સાંજના ઊંટ પર બેસી ટેકરીઓની ટોચ ઉપર જવાનો અને ત્યાંથી સૂર્યાસ્ત જોવાનો અનુભવ વિરલ છે. રણમાં થતો સૂર્યાસ્ત એક અનોખી ભાત પાડતું મનોહર દ્રશ્ય ખડું કરે છે. ઉપર ચઢીએ છીએ ત્યારે રેતી ગરમ હોય છે પણ સૂર્યાસ્ત થતાં જ રેતી એકદમ ઠંડી થવા લાગે છે. આ દ્રશ્ય જોવા માટે
૧૦૦