________________
સેંકડોની સંખ્યામાં લોકો આવે છે અને આનો આનંદ માણીને બેહદ ખુશી પ્રદર્શિત કરે છે.
જેસલમેરમાં આ સિવાય તાજીયા ટાવર, ગડીસાગર સરોવર વગેરે જોવાનાં સ્થળો છે. પણ જેસલમેરથી વીસ પચીસ કિલોમીટરની દૂરીએ આવેલા એક સ્થળમાં ઝાડનાં થડ, કરોડો વર્ષના અંતરે પત્થર બની ગયાં છે, તે પુરાતત્ત્વવેત્તાઓએ ખોળી કાઢ્યું છે. અહિં ઘણાં બધાં ઝાડના થડ પત્થર બની ગયેલા જોવા મળે છે. તેમનું રક્ષણ કરવા માટે તેના ઉપર લોખંડની જાળીઓ બનાવવામાં આવી છે. પુરાતત્વવેત્તાઓની ગણતરીએ આ પરિવર્તન કરોડો વર્ષના ગાળા પછી થયું હશે. વળી તેમની ગણતરીએ, આ સ્થળ ઉપર કરોડો વર્ષ પહેલાં દરિયો હતો. આ સ્થળ આગળ એક વિશાળ બાગ બનાવવાની સરકારની યોજના છે, જેથી પર્યટકો આ દ્રશ્યની મઝા માણી શકે.
રણમાં મુસાફરી કરવા માટે ઊંટ, એકમાત્ર પ્રાણી યાને વાહન છે. ઊંટ ખોરાક અને પાણી વિના સેંકડો કિલોમીટરની મુસાફરી કરી શકે છે. રણની લાંબી મુસાફરીમાં ઊંટ ઉપર લાદવામાં આવતા સામાનમાં ગોળ લઈ જવામાં આવે છે, જે ખાઈને ઊંટ લાંબી મુસાફરીઓમાં પણ પોતાની શક્તિ ટકાવી રાખે છે. આના ઉપરથી ઊંટ માટે એક ચાર લીટીની લોકોકિત છે કે.
"લાકડાનો ઘોડો, પત્થરના પગ,
લોખંડનું માળખું, અકેલું લઈ જાય જેસલમેર,
આમ ઊંટના પાતળા પગ રણમાં ચાલતાં પત્થરના પગ જેટલા મજબુત હોય, તેનું શરીર લાકડાના ઘોડા જેવું હોય અને તેનું માળખું લોખંડ જેવું હોય તો જ જેસલમેર પહોંચાડી શકે.
આજે તો જોધપુરથી રેલ્વેગાડી પાંચથી છ કલાકમાં ૨૮૭ કિલોમીટરની દૂરી કાપીને જેસલમેર લઈ જાય છે. રસ્તા માર્ગે મોટરગાડીમાં પણ જઈ શકાય છે. જૂના સમયમાં જ્યારે રેલ્વે ગાડી કે
૧૦૧