________________
- અહિં દર વરસે ફાગણ વદ આઠમે-ઋષભદેવ ભગવાનના જન્મ કલ્યાણકના દિવસે, મેળો ભરાય છે ત્યારે એક વિરાટ વરઘોડો કાઢવામાં આવે છે જે અહિં વૃક્ષ નીચે જ્યાં ઋષભદેવ ભગવાનના ચરણ ચિહ્નો સ્થાપિત છે ત્યાં પૂરો થાય છે.
આ મેળામાં હજારો જૈનધર્મીઓ સિવાય અહિ આજુબાજુ વસતા ભીલો પણ હજારોની સંખ્યામાં આવે છે. તેઓ વરઘોડામાં સામેલ થઈ અત્યંત ભક્તિ ભાવપૂર્વક નાચતા કુદતા વરઘોડાની શોભા વધારે છે. આ દ્રશ્ય અતિશય મનોહર અને ભક્તિભાવને પ્રેરણા આપનારું છે. ભીલો આ મૂર્તિનો “કાલાબાબા"ના નામથી ઉલ્લેખ કરે છે.
અનેક ભક્તો તેમને થયેલ ચમત્કારોની અનુભવોની વાતો કરે છે. વળી કોઈ ભક્તો સાચા દિલની ભાવનાથી સંકેત કરીને આવતા હોય છે, તેમની ઇચ્છા પરિપૂર્ણ થાય છે તેવી વાતો પણ કરે છે. ઋષભદેવનો કેસરિયાજી નામથી ઉલ્લેખ કરાતો હોઈ સદીઓથી ભક્તો કેસર ચઢાવવાની માન્યતા માને છે. કોઈ કોઈવાર તો કેસરનો એટલો બધો લેપ થઈ જાય છે કે પ્રતિમા કેસરની હોય તેવો ખ્યાલ આવે છે. આજ દિન સુધી મણોના હિસાબે પ્રતિમા પર કેસર ચઢાવવામાં આવ્યું હશે તેમ કહી શકાય. ભક્તજનો ઋષભદેવને કેસરિયાલાલ, ધુલેવાધણી અર્થાત્ બાજુમાં આવેલા ધુલેવા ગામના ધણી આદિ નામોથી ઉલ્લેખ કરે છે. • પણ કલ્પસૂત્રમાં ઉલ્લેખ કર્યા મુજબ ઋષભદેવે દીક્ષા અંગીકાર કરી ત્યારે માથાના વાળને લોચ કરતી વખતે દેવોના કહેવાથી પાછળના ભાગમાં થોડા વાળની લટો રાખી હતી. આમ તેમને શિરે વાળ યાને કેશ રહી જવાથી તેમને કેસરિયા ભગવાન કહેવામાં આવે છે. કેશ શબ્દનો અપભ્રંશ થયો અને ઋષભદેવ નો કેસરિયા ભગવાન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો અને આમાંથી કેસર ચઢાવવાની પ્રથા ઊભી થઈ. આજ રીતે શાન્તિનાથ ભગવાનની એક જટાધારી પ્રતિમા શ્રી મહુડી
IS ૧૦૫ SSSSS