________________
શ્રીકૃષ્ણ એવી ભવિષ્યવાણી કરી હતી કે કળિયુગમાં યાદવોના એક દૂરના વારસદાર અહિ ત્રિકુટ ઉપર એક કિલ્લો બાંધી રાજ્ય કરશે. આ ભવિષ્યવાણીના કથનના આધારે કે ઐતિહાસિક પરિસ્થિતિના આધારે યાદવોના એક વંશજ જૈસલે ઈ.સ. ૧૧૫માં ત્રિકુટ પર્વત પર કિલ્લો બાંધી જેસલમેર નગર વસાવ્યું.
આજે પણ જેસલમેર તેના ભૂતકાળની ભવ્ય ગાથા ગાતું ખડું છે. તેના ભૂતકાળનો ઈતિહાસ બધે વેરાયેલો છે.
જેસલમેર અફાટ રણ વિસ્તારમાં ચારે બાજુ રેતીના ઢગલાઓની વચમાં વસેલું છે. તેનો દુર્ગ, તેમાં આવેલાં મંદિરો, રાજવીઓના પ્રસાદો, વૈભવી હવેલીઓ અને તેમાં ઉત્કૃષ્ટ પ્રકારના કોતરકામવાળા તેના ઝરૂખાઓ, ઝનાના મહેલ, મોતી મહેલ, નગરની દક્ષિણે આવેલું ગડી સાગર સરોવર વગેરે જોતાં એમ લાગે કે આપણે મધ્યકાલીન યુગની કોઈ સ્વમ નગરીમાં તો નથી આવ્યા ને! -
SSSSSSSSSS ૧૦૩