________________
ભાગ્યનો ઉદય થતાં મેવાડના મહારાણાના મંત્રીશ્વર બન્યા. આ ઉન્નતિના દિવસમાં જ્યારે તેમના જીવનમાં સત્તા, સંપત્તિ અને શક્તિનો સંગમ થયો ત્યારે તેમને આ મંદિર બાંધવાનો વિચાર આવ્યો. “અર્થસ્ય સારમું કિલ પાત્ર દાનમ્' અર્થાત્ સંપત્તિનો સાર સુપાત્રદાન છે.” આ વિચારે તેમના પર કાબૂ જમાવ્યો અને તેમને તેમના ગુરૂ સોમસુંદરસૂરીશ્વરજી આગળ આ વિચાર રજૂ કર્યો. ગુરૂજીએ આશિષ આપી અને ધરણાશાહના મનસૂબાએ ચોક્કસ સ્વરૂપ પકડ્યું. ઘરણાશાહે કુલદેવીની કૃપા મેળવવા તેની સાધના શરૂ કરી. કુલદેવી પ્રત્યક્ષ થયાં અને તેનો મનસૂબો સફળ થાય તે માટે કૃપા વરસાવી. ધરણાશાહ પાસે સંપત્તિ હતી, તેમાં ગુરૂદેવની આશિષ અને કુળદેવીની કૃપા ભવ્યાં. આમ, મંદિરના મંડાણની ભૂમિકા તૈયાર થઈ ગઈ. એક દિવસ શુભ અવસરે ધરણાશાહે મંદિર માટે મહારાણા પાસે યોગ્ય ભૂમિની માગણી કરી અને મહારાણા પાસેથી અરવલ્લીની ગિરિમાળામાં અભુત પ્રાકૃતિક સૌન્દર્યની વચમાં મધાઈ નદીના કિનારે મંદિર માટે લગભગ ૪૮૦) અડતાલીસ હજાર ચોરસ ફૂટની જગા મેળવી.
વિક્રમ સંવત ૧૪૪માં મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. પાયાનું ખોદકામ શરૂ થયું અને ઊંડો પાયો ખોદાયો.
એક એવી કિંવદંતી છે કે મંદિરનો પાયો નાખવાનો હતો ત્યારે એક દિવસ સ્થપતિ શ્રી દેવજીની હાજરીમાં ધરણાશાહ શેઠને ત્યાં તેલની એક વાટકીમાં માંખી પડેલી હતી. માંખી તો મરી ગયેલી હતી એટલે ધરણાશાહે તેને વાટકીમાંથી કાઢી તેમાંથી તેલ ચૂસી લેવાના આશયે ચામડાના બૂટ પર ઘસી. શેઠ ધરણાશાહ તો જૈન ધર્મના અનુરાગી હતા એટલે તેમને તેલ પીધેલ માંખીને તેલ સહિત ફેંકી દેવામાં બીજા જીવોની હિંસા દેખાઈ. તેવી હાલતમાં માખી પર કીડીઓ અને બીજા જીવજંતુઓ આવે અને જીવજંતુઓની હિંસા થાય, પણ સ્થપતિ, શેઠનું આ દ્રષ્ટિબિંદુ સમજી શક્યો નહિ. તેને તો માન્યું કે શેઠ કંજૂસ છે અને આવી મરેલી માખીના તેલનો ઉપયોગ કરનાર કંજૂસ શેઠ, આટલા વિશાળ મંદિર,