________________
રાણકપુર : અદ્વિતીય સ્થાપત્ય
કળાનું જેન મંદિર
રાણકપુર અરવલ્લી ગિરિમાળાની ટેકરીઓમાં એક નાનકડી મધાઈ નદીને કિનારે આવેલું છે. આજે તો આ એક નિર્જન, શાંત, એકાંત સ્થળ હોઈને ત્યાં રેલ્વે સ્ટેશન નથી. નજદીકનું સ્ટેશન ફાલના લગભગ પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે. નજદીકમાં મોટું ગામ સાદડી ૮ (આઠ) કિલો મીટર દૂર છે. અહીંથી રાણકપુર જવા માટે બસ અગર ટેક્સીઓ મળે છે. વળી આબુ, ઉદેપુર વગેરે સ્થળોથી બસ અગર ટેક્સી દ્વારા ત્યાં જઈ શકાય છે. ઠેઠ મંદિર સુધી પાકી સડક પણ બાંધવામાં આવી છે. શ્વેતાંબર પંથની આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ત્યાં રહેવાની અને ભોજન વગેરે કરવાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
પંદરમી સદીમાં ત્યાં એક મોટું નગર હતું જેને રાણપુર કહેવામાં આવતું. ત્યારબાદ તેનું નામ રાણકપુર પડ્યું. આજે તો અહીં શ્રી શ્વેતાંબર પંથના ત્રણ મંદિરો સિવાય, પુરાણા નગરનાં કોઈ અવશેષો નથી. આગળ પાછળની ટેકરીઓમાં અનેક ખંડિયેરો પડેલાં છે. આ નગરનો ક્યારે વિનાશ થયો તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પણ લોકોક્તિ છે કે
ઔરંગઝેબના સમયમાં ઝનૂની મુસ્લિમ સૈનિકોએ આ નગરને ભારે નુકશાન કર્યુ હતું.
પંદરમી સદીમાં જ્યારે રાણકપુર એક મોટું નગર હતું ત્યારે ત્યાં યુગપ્રધાન આચાર્ય શ્રી સોમસુંદરસુરિશ્વરજીના ઉપદેશથી રાણા કુંભના મંત્રી શ્રી ધરણાશાહે વિક્રમ સંવત ૧૪૪૬માં એક વિશાળ અને અદ્વિતીય જૈન મંદિર બાંધવાની શરૂઆત કરી હતી, અને વિક્રમ સંવત ૧૪૯૬માં