________________
આ મંદિરની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી સોમસુંદરસુરીશ્વરજીના શુભહસ્તે કરવામાં આવી હતી. વર્ષોની ગણતરી કરતાં એમ માની શકાય કે મંદિરને બાંધવામાં પચ્ચાસ વર્ષ થયાં હશે. તેની પ્રતિષ્ઠા વિશાળ જનસમુદાયની હાજરીમાં ધણી ધામધૂમથી અને હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. એમ કહેવાય છે કે પ્રતિષ્ઠા સમયે લગભગ પાંચસો સાધુનો સમુદાય હાજર હતો. આ મંદિર બાંધવામાં લગભગ નવ્વાણું લાખ રૂપિયાનો ખર્ચ થયો
હતો.
આજે તો તેનો ‘રાણકપુરનું મંદિર’એ નામે ઉલ્લેખ કરવામાં આવે છે. તેની પ્રતિષ્ઠા થઈ ત્યારે તેને ‘નલિની ગુલ્મ દેવ વિમાન' તુલ્ય ‘ગગન ચુંબી ધરણ વિહાર' કહેવામાં આવતું. શ્રી ધરણાશાહે બંધાવેલું એટલે તેને ધરણ વિહાર કહેવામાં આવતું. તે ત્રણ માળનું ઊચું મંદિર હોઈને તેને ગંગનચુંબી વિહાર તરીકે વર્ણવવામાં આવતું. વળી તેમાં બધી મળીને ૮૪ (ચોરાશી) શિખરબંધ દેવકુલિકાઓ અર્થાત્ દેરીઓ હોઈને તેને ‘નલિની ગુલ્મ’ અર્થાત્ કમળના ઝુંડની ઉપમા આપીને દેવ વિમાન સાથે સરખાવામાં આવ્યું હતું. તેની પાછળ ધરણાશાહને આવેલ સ્વપ્રનો ઈતિહાસ પણ છે.
આ ચોરાસી દેવકુલિકાઓમાં છોતેર શિખરબંધ નાની દેવકુલિકાઓ છે. ચાર રંગમંડપથી જોડાયેલી મોટી દેવકુલિકાઓ છે અને ચાર દિશામાં આવેલા ચાર મહાધર પ્રાસાદ દેવકુલિકાઓ છે. કુલ ૮૪ (ચોરાસી) દેવફુલિકાઓ થાય છે. ૮૪નો આંકડો જૈન, હિંદુ, બૌદ્ધ વગેરે ધર્મમાં મનાતી ચોરાસી લાખ યોનિઓનો ખ્યાલ આપે છે. જન્મ, પુનર્જન્મ અને આત્મામાં માનનાર ધર્મો એમ માને છે કે આત્મા ચોરાસી લાખ યોનિઓમાં ખોળિયાં બદલી ભવસાગર પાર કરી મુક્તિ મેળવે છે. ધરણાશાહને જીવનમાં સંપત્તિ-વિપત્તિના, ઉન્નતિ અને અવનતિના અવનવા અનુભવો થયા હતા. તેઓ નાદિયાનગરના એક શ્રેષ્ઠીપુત્ર હતા. તેમાંથી માંડવગઢના બાદશાહના પ્રીતિપાત્ર બન્યા. એક દિવસ બાદશાહના કોપના ભોગ બન્યા અને માંડવગઢથી નાસી છૂટવું પડ્યું. વળી
૮૨