________________
ટેકરીની અધિષ્ઠાત્રીદેવી છે. ટેકરી ઉપરથી આબુનું સુંદર દ્રશ્ય દેખાય છે.
ગૌમુખ : એટલે ગાયનું મોઢું. આરસપહાણમાં કોતરેલ ગાયના માથામાંથી ચોકખા અને ચળકતા પાણીની સતત ધારા વહીને એક નાના તળાવમાં જાય છે. આથી તેનું નામ ગૌમુખ આપવામાં આવ્યું છે. હિંદુ શાસ્ત્રો પ્રમાણે આ ધણી પુરાણી જગા છે અને ત્યાં વશિષ્ટ ઋષિનો આશ્રમ હતો. અહીં એક મંદિર છે જેમાં વશિષ્ટ ઋષિની મૂર્તિ સ્થાપિત કરેલી છે. તેમાં એક ખ્યાતનામ અગ્નિકુંડ છે જેનો ઉલ્લેખ પણ પુરાણા હિંદુ શાસ્ત્રોમાં આવે છે. એમ કહેવામાં આવે છે કે, આ અગ્નિકુંડમાંથી વશિષ્ટમુનિએ મુખ્ય ગણાતી ચાર રાજપૂત જાતિઓ પેદા કરી હતી. અહીંનું કુદરતી દ્રશ્ય પણ સુંદર છે.
સન સેટ પોઈન્ટ ઃ અર્થાત્ સૂર્યાસ્ત ટેકરી
આ જગા રાજપૂતાના હોટેલથી દોઢેક માઈલના અંતરે આવેલી છે. અહીં સૂર્યાસ્ત પહેલાં સૂર્ય જાણે ટેકરીઓની પાછળ ડૂબી જતો ન હોય તેવું દ્રશ્ય ખડું થાય છે, અને તે દ્રશ્ય લગભગ પંદરથી વીસ મિનિટ સુધી રહે છે. આ દરમ્યાન આ ડૂબતો સૂરજ ક્ષિતિજ ૫૨ જાત જાતનાં રંગબેરંગી વિવિધ પ્રકારનાં દ્રશ્યો ખડાં કરે છે. ખરેખર તો સૂર્યાસ્ત થવાના એકાદ કલાક પહેલાં તે આ ટેકરીઓની પાછળ ડૂબી જાય છે. અહીંની ટેકરીઓની શાંત ગ્રામીણ સુંદરતા પણ મંત્રમુગ્ધ કરે તેવી છે.
અચલગઢનો કિલ્લો અને મંદિરો
અચલગઢનો કિલ્લો રાજપૂતાના હોટેલથી લગભગ સાડાપાંચ કિલો મીટરના અંતરે આવેલો છે.આ કિલ્લો પરમાર વંશના રાજાઓના શૂરાતનની કથાઓથી ભરેલો છે. અચલગઢ જતાં, રસ્તામાં અને તેની આગળ પાછળ, અદ્ભુત સૌંદર્ય વેરાયેલું છે. આ કિલ્લો પરમાર વંશના રાજાઓએ ઈ.સ. ૯૦૦ની સાલમાં બંધાવ્યો હતો. કિલ્લાની તળેટીમાં મંદાકિની કુંડ નામનું તળાવ છે. તેના કિનારે ત્રણ ભેંસોના ઊભાં પૂતળાં છે જે ત્રણ દૈત્યોના પ્રતીક છે. તે આદિપાલ નામના એક પરાક્રમી પુરુષ, તેને તીરકામઠાથી વીંધી નાંખે છે તે પ્રસંગ પત્થરમાં કોતરવામાં આવ્યો છે.
૭૭