________________
તેઓ ચાર ભાઈઓ હતા. બીજા બે ભાઈઓનું નામ મલ્લદેવ અને લૂર્ણિગ હતું. આ બે ભાઈઓ નાનપણમાં જ દેવલોક પામ્યા હતા. વસ્તુપાલ તેજપાલે મલદેવની યાદગીરીમાં શત્રુંજય પર્વત પર અષ્ટાપદનું મંદિર બંધાવ્યું હતું. બીજા ભાઈના શ્રેયાર્થે કંઈ દાન કર્યું ન હતું. એ દરમિયાનમાં તેઓ નાગેન્દ્રગચ્છના નાગેન્દ્રમુનિના પરિચયમાં આવ્યા. મુનિએ આબુનું મહાભ્ય વર્ણવ્યું અને વસ્તુપાલને લુણિંગના શ્રેયાર્થે આબુ ઉપર મંદિર બાંધવાનો વિચાર ઉદ્ભવ્યો અને આબુ પર નેમનાથનું મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. તરત જ ચંદ્રાવતીના રાજાની મદદથી મંદિર બાંધવાનું કામ શરૂ કર્યું. આ મંદિરમાં તેર કરોડ અને ત્રેપન લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેજપાલના ભાઈ લૂર્ણિગના કલ્યાણાર્થે મંદિરનું નામ લૂર્ણિગવસહી રાખ્યું, વસ્તુપાલે કસોટીના પત્થરની નેમીનાથની મૂર્તિ બનાવીને આબુ પર મોકલી આપી.
મંદિરનું કામ, પુષ્કળ દ્રવ્ય ખર્ચ કરવા છતાં ધીમેથી ચાલતું હતું. મુખ્ય સ્થપતિનું નામ શોભન હતું. એકવાર તેજપાલ પૂજાની તૈયારીમાં હતા ત્યારે અનુપમાદેવીએ ચતુરાઈ વાપરી શોભનને બોલાવી પૂછ્યું કે કામ આટલું ધીરેથી ચાલે છે, તો મંદિર ક્યારે પૂરું થશે? શોભનનો જવાબ હતો કે કામ પર્વત ઉપરનું છે, ઉપર ઠંડી વધુ પડે છે એટલે બપોર સિવાય કામ થઈ શકતું નથી. વળી ખોરાકમાં શાક અને દૂધ મળતાં નથી એટલે શિલ્પીઓ અને કારીગરોમાં જોઈએ તેવી શક્તિ રહેતી નથી. શોભન અને અનુપમા દેવી વચ્ચે આ વાત ચાલતી હતી ત્યાં તેજપાલ આવી પહોંચ્યા. તેજપાલે બધી હકીકત જાણી અને અનુપમાદેવીની સલાહ માગી. અનુપમાદેવીએ કહ્યું કે દિવસે અને રાતે જુદા જુદા સ્થપતિઓ નીમો અને બધા શિલ્પીઓને યોગ્ય ભોજન મળે તેની વ્યવસ્થા કરી. તેઓને નાહવા ધોવાની અને આરામ લેવાની સગવડ માટે પણ ગોઠવણ કરો. સર્વેને સંતોષ મળતાં કામમાં ઉત્સાહ આવશે. આમ અનુપમાદેવીની સલાહ અને પ્રેરણા મુજબ ભવિષ્યમાં કામ કરવાની વ્યવસ્થા થઈ.
આબુ અતિ પ્રાચીન કાળથી જૈનધર્મીઓનું યાત્રાનું સ્થળ હશે તેમ માનવામાં આવે છે. લોકોક્તિ પ્રમાણે જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથના
IS ૭૫ NTSTSTSTS