________________
સ્ફટિકમાંથી બનાવેલ હોય તેવો ખ્યાલ વધુ આપે છે. તેનું કોતરકા એટલી નાજુક અને કોમળ બારીકાઈથી કરીને તેને એટલી સપ્રમાણતાથી શણગાર્યું છે કે તેનો નમૂનો બીજે ભાગ્યે જ મળી શકે.”
"પાયાથી ઉપર સુધી સ્તંભોની વચમાં કરેલ કમાનોની ગોઠવણી અને તેમાં કરેલું અપ્રતિમ કોતરકામ, મધ્યમાં સ્તંભો પર આધારિત બનાવેલ સુંદર ગુંબજ, અને અંદરના ગર્ભભાગના વિવિધ આકૃતિવાળા દ્વાર એટલા અપ્રતિમ છે કે શબ્દોમાં તેનું વર્ણન ક૨વા મહાન કવિની કલમ પણ કદાચ અસફળ નીવડે.” મંદિરની પ્રદક્ષિણામાં બાવન દેરીઓ છે. તે દરેક દેરીમાં એક યા બીજા જૈન તીર્થંકરની પ્રતિમા છે. પ્રતિમાના ચક્ષુઓ ઝવેરાતથી શણગારેલાં છે. તીર્થંકરોની વીતરાગતાને અનુરૂપ તેમના ચહેરા પર કોઇ ભાવ પ્રદર્શિત થયેલ નથી દેખાતો. આ દેરીઓની પરસાળની છત વિવિધ પ્રકારની કોતરકામવાળી અને શોભાયમાન છે અને તેમાં જૈનોના બાવીસમા તીર્થંકર નેમનાથના જીવનના, તેઓ લગ્ન માટે જતા સમયના, તેમનામાં દેવાત્મારોપણ કરતા સમયના પ્રસંગોને કંડારવામાં આવ્યા છે. વળી તેમાં લડાઈ માટે જતા સૈનિકોનું, લડાઈ જીતીને આવેલા સૈનિકોનું, તબેલામાં આરામ કરતા ઘોડાઓનું અને ગમાણમાં આરામ કરતા ઢોરો વગેરે પ્રસંગોને પણ ઉત્તમ કારીગરીથી કંડારવામાં આવ્યા છે. એક સ્થળે છતમાં ઉત્તમ કારીગીરીવાળી અને સપ્રમાણ અંતરે ગોઠવેલ પગથિયાંવાળી એક નાની વાવ પણ સુંદ૨પણે કોતરવામાં આવી છે. કોતરકામ એટલું ઉત્કૃષ્ટ પ્રકારનું છે કે સંગેમરમરમાં જાણે પ્રાણ ન ફૂંકાયો હોય?
આ મંદિરની વિશેષતા તેમાં અનુપમ કોતરકામથી બનાવેલા બે ગોખલાઓ છે. તે વસ્તુપાલ તેજપાલની પત્નીઓના નામે બનાવેલા હોઈ દેરાણી-જેઠાણીના ગોખલાઓ તરીકે ઓળખાય છે.
મંદિરમાં પ્રવેશ કરતાં આરસપહાણમાં બારીકાઈથી કોતરેલા એક સરખા કદના દસ હાથીઓ છે. આને હાથીખાના કહેવામાં આવે છે. તેના ઉપરનો શોભાનો સાજશણગાર ઉત્તમ પ્રકારની કોતરણી દ્વારા સજાવવામાં આવ્યો છે અને ગાંઠવાળા
૭૩