________________
મૃદુતા અને બારીકાઈથી કોતરી છે કે એમાં કંડારાયેલી મૂર્તિઓ જીવંત લાગે છે. આ મંદિર વિશે કર્નલ ટોડે લખ્યું છે કે, "આ મંદિર અને તેની આનુષગિક રૂપરેખા અને બાંધણી વિમળશાહે બંધાવેલ મંદિરને અનુસરીને કરવામાં આવેલી છે. પણ એકંદરે આ મંદિર વિમળશાહે બાંધેલ મંદિર કરતાં ચઢિયાતું છે. તેમાં વધુ સાદાઈભરી ભવ્યતા છે. મંડપના આધારસ્તંભો વધુ ઊંચા છે. ઘૂમટની છત ઉપરની શિલ્પકળા બીજા મંદિરના જેટલી જ સમૃદ્ધ છે પણ વધુ કુશળતાપૂર્વક કરેલી છે.
"કેન્દ્રમાં આવેલો ગુંબજ એ વિશિષ્ટપણે આકર્ષિત અને કળાનો ભવ્ય નમૂનો છે. એનું લગભગ ત્રણ ફૂટ લાંબુ લંબવર્તુળાકારનું ઝુમર એક આબેહૂબ રત્ન જેવું લાગે છે."
આ મંદિર વિશે ગજાનન વિશ્વનાથ પાઠકે લખ્યું છે કે આ મંદિર વિમળશાહના મંદિરના ઈશાન ખૂણા ઉપર આવેલું છે અને તે પશ્ચિમાભિમુખ છે. આ મંદિરની યોજના, વિમલવસહીના મંદિર જેવી જ છે. વિમલવસહી મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર આગળ મંડપ છે. આ મંડપ આગળ છ સ્તંભોવાળો એક લંબચોરસ ઓરડો છે, જેમાં હાથી પર બેસી વિમળશાહ પોતાના કુટુંબને મંદિર તરફ લઈ જાય છે. અહીં પૂર્વ તરફ ઓસરીમાં મંદિર બંધાવનારના કુટુંબનો વરઘોડો બતાવ્યો છે અને આ ભાગને મુખ્ય મંદિરથી જુદો પાડવા વચ્ચે કોતરકામવાળી ભીંત ઊભી કરવામાં આવી છે. આ આખું મંદિર ૧૫૫ ફૂટ ૮૯૨ ફૂટના લંબચોરસમાં હોઈ વિમળશાહના મંદિર કરતાં જરા મોટું છે. તેમાં મંડપના સ્તંભો વધારે અને જુદી જુદી જાતના છે. જ્યારે વિમળશાહના મંદિરમાં બધા જ એક સરખા સ્તંભો છે. મંદિર ઉપરનો ઘૂમટ વિમળશાહના મંદિર જેવો છે પણ તેનું અંદરનું નકશીકામ વિમળશાહના મંદિર કરતાં ચઢિયાતું છે. ઘૂમટના બરાબર મધ્ય ભાગમાં અતિ સુંદર કોતરકામવાળું એક લોલક યાને ઝુમ્મર છે. ગુલાબના ફૂલને દાંડીના ભાગથી પકડી નીચું રાખતાં જે આકાર થાય તેવો આ આકાર છે.”
સુવિખ્યાત પુરાતત્ત્વવેત્તા શ્રી ફરગ્યુસને તેનું વર્ણન કરતાં લખ્યું છે કે "તે આરસના નકકર પત્થરમાંથી બનાવેલ ઝુમ્મર કરતાં ચળકતા