________________
તાપમાન ૪૦ થી ૪૫ ડીગ્રી સુધીનું હોઈને તે રહેવા માટે અતિ આલ્હાદક સ્થળ બની રહે છે.
આબુ આમ તો દેલવાડાનાં જૈન મંદિરોને લીધે પ્રસિદ્ધ બન્યું છે પણ આઝાદી પહેલાં અને આજે પણ તે હવાખાવાનું એક મુખ્ય સ્થળ છે. અહીં આઝાદી પહેલાંના રાજા રજવાડાંઓએ બાંધેલા ધણા સુંદર મહેલો જેવા બંગલાઓ છે.તે વખતમાં રજપૂતાનાના એજન્ટનું પણ ગ્રીષ્મ ઋતુમાં આ હવાખાવાનું સ્થળ હતું. આજે એ રાજસ્થાનનું ગિરિમથક છે, પણ સાંસ્કૃતિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાત સાથે સંકળાયેલું છે. મોટે ભાગે આ ગુજરાતીઓનું ગિરિમથક રહ્યું છે.
આ ઉપરાંત ત્યાં બીજાં ઘણાં રળિયામણાં અને જોવાલાયક સ્થળો છે. દેલવાડામાં જ કુંવારી કન્યા અને રસિયા વાલમનું એક જીર્ણ મંદિર છે અને તેની પાસે શેષશાયી વિષ્ણુ તથા મહાદેવનાં જીર્ણ મંદિરો છે.
દેલવાડાની પાસે ઓરિયા ગામમાં એક કનખલ તીર્થ છે. અહીં જૈનાના મહાવીર સ્વામીના મંદિર પાસે ચક્રેશ્વર મહાદેવનું મંદિર છે.
ઓરિયાથી થોડે દૂર ભવાઈ ગામે નાગતીર્થ છે. જ્યાં નાગપંચમીએ મેળો ભરાય છે.
સમૃદ્ધ જૈન કોમનાં મંદિરોમાં આબુ પર્વત પરનાં દેલવાડાનાં મંદિરો મુખ્ય છે. આબુ પર્વત ઉપર તે ગર્વ અને ગૌરવની ગાથા સમાન છે, અને જૈન ધર્મે આપેલો અમર અને અમૂલ્ય વારસો છે. તેમાં પાંચ મુખ્ય મંદિરો છે. મંદિરના સંકુલમાં સો ફૂટના સમચોરસ ભાગમાં બીજું પૂરક મંદિરો અને પરસાળ યાને ગેલેરી છે.
કર્નલ રસ્કીને એનું વર્ણન કરતાં લખ્યું છે કે "શિલ્પીઓના ટાંકણાથી વિપુલપણે પ્રદર્શિત થયેલ આ મંદિરોમાં ભગવાન આદિનાથ અને નેમનાથનાં મંદિરો સર્વશ્રેષ્ઠ છે, એ પ્રશંસાનાં ગુણગાન માગી લે છે. બન્ને મંદિરો સવિસ્તારપણે સફેદ આરસપહાણનાં બનાવેલાં છે. તે સ્થાપત્ય કલા અને શિલ્પકળાની ઉત્કૃષ્ટ નાજુકાઈથી અને શણગાર અને અલંકારની વિપુલતાથી બનાવવામાં આવ્યાં છે. તે સમયે વિકસેલી
S ૬૮ ST