________________
આબુ અને દેલવાડાનાં મંદિરો |
દરિયાની સપાટીથી ૪૦૦૦ થી ૪૫૦૦ ફૂટની ઊંચાઈ પર અરવલ્લી પર્વતોની હારમાળામાં આવેલું આબુ એ રજપુતાનામાં અને હાલના રાજસ્થાન રાજ્યમાં એક ખૂબસૂરત હવાખાવાનું સ્થળ છે. એ બાવીસ કિલોમીટર લાંબું અને (૬) છ કિલોમીટર પહોળું છે. આસપાસની વાંસની ગાઢી ઝાડી અને પર્વતની ટેકરીઓમાંથી વહેતા ઝરણાંને લીધે તે અતિશય સુંદર લાગે છે. તેની આબોહવા ખુશનુમા અને આરોગ્યવર્ધક છે, અને આથી આબુ એ ગ્રીષ્મઋતુમાં ગરમીથી બચવા અને અહીંની શીતળ આબોહવામાં આરામ લેવા માટે અને તાજગી મેળવવા માટેનું સહેલાણીઓનું આકર્ષક સ્થળ છે. પ્રાચીન સમયમાં તપસ્વીઓ તપ કરવા આવા સ્થળની પસંદગી કરતા. આમ, અહીં વસિષ્ઠઋષિનું આશ્રમ સ્થાન પણ છે.
ઈ..ની અગિયારમી અને તેરમી સદીમાં બંધાવેલ શ્વેત આરસપહાણમાં બેનમૂન અને અસાધારણ કોતરણીવાળાં દેલવાડાનાં જૈન મંદિરો અહીં આવેલાં છે. આ મંદિરો ભારતની અપ્રતિમ સ્થાપત્ય અને શિલ્પકળાના ઉત્કૃષ્ટ નમૂના છે.
અબુદા” અર્થાત્ “ડહાપણ' એ શબ્દમાંથી આબુ નામ ઊતરી આવ્યું છે. અહીં અર્બુદા દેવીનું એક મંદિર પણ છે. મહાભારત અને પુરાણોમાં આબુનો એક પવિત્ર સ્થળ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આબુમાં નાવમાં બેસી સહેલ કરવા માટે એક વિશાળ સ્વચ્છ સરોવર છે. તેને નખી સરોવર કહે છે. વર્ષના ઘણા મોટા ભાગ સુધી આબોહવા ધણી ખુશનુમા અને આરોગ્યદાયક હોય છે. ઉનાળામાં પણ તાપમાન ૮૦ થી ૯૦ ડીગ્રી રહે છે. વરસાદ પણ સરેરાશ ૬૦ ઇંચથી વધુ નથી પડતો અને ઠંડીની મોસમમાં