________________
આ વાવ જોતાં, ગુજરાતમાં ગાંધીનગરના રસ્તે જતાં આવેલ અડાલજની વાવનું દ્રશ્ય સ્મૃતિપટ ઉપર ખડું થાય છે. અડાલજની વાવ તો રાણકીવાવ પછી લગભગ સાડા ચારસોથી પાંચસો વર્ષ પછી બનાવવામાં આવી હતી. આ વાવ રાણકીવાવ જેટલી વિશાળ, ભવ્ય અને ઊંડી છે, તે પણ ઉત્તમ પ્રકારની શિલ્પકળાથી સભર છે. જો કે આ બન્ને વાવની સ્થાપત્ય શૈલીમાં ફરક છે.
ચારૂપ તીર્થ
ચારૂપ આજે તો નાનું ગામ છે. પણ સોલંકી કાળમાં એ મોટું નગર હશે અને ત્યારે ત્યાં જૈનોની વસતી પણ સારા પ્રમાણમાં હશે તેવું અનુમાન કરી શકાય.
ચારૂપનું મંદિર વિશાળ, ભવ્ય અને આકર્ષક છે. તેની તીર્થ તરીકેની મહત્તા મંદિરના મૂળનાયકની પ્રતિમા જે રીતે મળી, તેના ઈતિહાસને કારણે છે. શ્રી પ્રભાચંદ્રાચાર્યે સંવત ૧૩૩૪માં રચેલા "પ્રભાવક ચરિત્ર”માં તેનો નીચે મુજબ ઉલ્લેખ કર્યો છેઃ
“કાંતિનગરીનો ધનેશ શ્રાવક જ્યારે સમુદ્રમાં વહાણ દ્વારા મુસાફરી કરતો હતો ત્યારે સમુદ્રના અધિષ્ઠાયક દેવે તેનું વહાણ થોભાવી દીધું. તે વેપારીએ વ્યંતરના ઉપદેશથી તે દેવની પૂજા કરી અને તે ભૂમિમાંથી ત્રણ પ્રતિમાઓ બહાર કાઢીને, તેમાંથી એક ચારૂપ ગામમાં રાખીને તીર્થની પ્રતિષ્ઠા કરી.
બીજી પ્રતિમા પાટણમાં આવેલ શ્રી અરિષ્ટનેમિના મંદિરમાં સ્થાપિત કરી અને ત્રીજી ખંભાતમાં પ્રતિષ્ઠિત કરી. ચારૂપના જૈન મંદિરમાં એક ખંડિત પરિકરના લેખ ઉપરથી એમ ખ્યાલ આવે છે કે નાગૅદ્રીયગચ્છીય શ્રી શીલગુણસૂરિના સંતાનીય શ્રી દેવચંદ્રસૂરિએ આ ચારૂપ મહાતીર્થમાં શ્રી પાર્શ્વનાથના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી.
આ ચારૂપનું મંદિર મહામંત્રી વસ્તુપાળે બંધાવ્યાનો ઉલ્લેખ આબુના STS STS ૬૫