________________
સુખડી ધરાવવાની વિધિનો ઉલ્લેખ છે.
પૂર્વાચાર્યો અને મુનિવરોએ પ્રતિષ્ઠા કલ્પમાં ઘંટાકર્ણ વીરની સહાયતાની માન્યતાને સ્વીકારેલ છે. આથી જૈનો તેમના પૂર્વાચાર્યો અને મુનિવરોની માન્યતાને આધારે ઘંટાકર્ણ વીરને શાસન રક્ષક તરીકે માને છે. | સર્વદર્શન ધર્મશાસ્ત્રોમાં મંત્રશાસ્ત્ર એક વિભાગ છે. તેને સર્વદર્શન ધર્મવાળાઓ શ્રદ્ધાથી માન્ય કરે છે. જૈનો જૈનમંત્ર શાસ્ત્રોને અને શાસન દેવોના મંત્રોને માન્ય કરે છે. અને જૈન શાસનના અધિષ્ઠાયક વીર, દેવ, યક્ષ વગેરેને માને છે, અને પૂજે છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે તે સમ્યદ્રષ્ટિ જૈન ધર્મી દેવતાઓ છે. તેઓને જૈન સાઘર્મિકબંધુ દેવ તરીકે માને છે. આથી જૈનોનાં બધાં જૈન મંદિરોમાં, મૂળનાયક તીર્થંકરના યક્ષ યક્ષીણી, દેવદેવીઓનું સ્થાપન હોય છે, અને તીર્થકરોની પ્રતિમાની નીચે દેવીઓ હોય છે.
જૈન શાસ્ત્રના આધારે, જૈનો ચાર પ્રકારના દેવોને માને છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક, એ ચાર પ્રકારના દેવોમાં કેટલાક સમક્તિ હોય છે તો કેટલાક મિથ્યાત્વી હોય છે. ચોસઠ ઈન્દ્રો તો સમક્તિી હોય છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે બાવન વીરો અને ચોસઠ યોગિનીઓ પૈકી કંઈ વીરો અને યોગિનીઓને જૈન મુનિઓએ મંત્રથી પ્રત્યક્ષ કરી તેમને બોધ આપી જૈન ધર્મની શ્રદ્ધાવાળા કરીને જૈન શાસન રક્ષક તરીકે સ્થાપ્યા છે. તેઓ સ્વધર્મી શ્રાવકોને પ્રસંગોપાત યથાશક્તિ મદદ કરી શકે છે તેમ પણ જૈનોનું માનવું છે. વળી, જૈનોની માન્યતા પ્રમાણે શ્રીઘંટાકર્ણ વીરદેવને પણ જૈન આચાર્યોએ મંત્રથી આરાધીને તેમને પ્રત્યક્ષ કરી જૈન ધર્મનો બોધ આપીને સમક્તિ બનાવીને, જૈન પ્રતિષ્ઠા વિધિમંત્રમાં દાખલ કર્યા છે; અને આથી જૈનો ઘંટાકર્ણ વીરને ધૂપ-દીપ, નૈવેદ્ય ધરે છે અને તેમનો જાપ કરે છે. .
જૈન મુનિઓ, યતિઓ, શ્રી પૂજ્યો અને શ્રાવકો ઘંટાકર્ણ વીરનો મંત્ર આરાધે છે, અને તેનો જપ કરે છે. કેટલાક યતિઓએ ઘંટાકર્ણ