________________
ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમા છે. આથી તેને કેશરીયાજી ભગવાન પણ કહે છે. મૂર્તિ ઘણી મનમોહક અને આકર્ષક છે. એની બાજુમાં બીજી ટેકરી ઉપર જૈન મંદિરના અવશેષો છે, તેમાં જૈનોના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાનની કાર્યોત્સર્ગ મુદ્રામાં શ્વેતવર્ણ પ્રતિમા છે. તેના ઉપર મહિકાવતી નગરીનો લેખ કોતરવામાં આવ્યો છે. મહુડીથી ત્રણ કિલોમીટરના અંતરે ખડત ગામમાં નદીના કિનારે કોટ્યાર્કના સૂર્ય મંદિરના અવશેષો છે.
અહીં છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભુનું મનોહર મંદિર હોવા છતાં, આ સ્થળની મહત્તા ઘણા જ ચમત્કારિક ગણાતા શ્રી ઘંટાકર્ણ મહાવીરના મંદિરને લીધે છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ તે બાવન વીર પૈકીના ત્રીસમાં વીર છે અને જૈન ધર્મીઓની માન્યતા પ્રમાણે તેઓ શ્રી જૈનશાસનના રક્ષક વીર ગણાય છે.
જૈનોની માન્યતા પ્રમાણે શ્રી ઘંટાકર્ણ મહાવીર ચોથા ગુણ સ્થાનવાળા દેવ હોઈને તે ગૃહસ્થ જૈન શ્રાવકના સમકિતી બંધુ મનાય છે. આથી જૈનો તેમની આગળ સુખડી ધરીને તે સુખડી ખાય છે. ઘંટાકર્ણ વીર શ્રાવક હોવાથી, જેમ એક શ્રાવક બીજા શ્રાવકનું અન્ન ખાય છે, તેમ ઘંટાકર્ણ વીર શ્રાવક હોઈને તેમને ધરેલી સુખડી શ્રાવકો ખાય છે. ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હતી. તેથી સુખડી ધરીને ખાવાનો રિવાજ ઊભો થયો છે. આની સાથે એક એવી પણ માન્યતા ઊભી થઈ છે કે દરેક યાત્રાળુઓએ ધરેલી સુખડીનો ત્યાં જ ઉપભોગ કરવો જોઈએ. ત્યાંથી સુખડી બહાર લઈ જવી તેને અશુભ માનવામાં આવે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જૈન ધર્મીઓ, મંદિરમાં ધરેલા નૈવેદ્યનો પ્રસાદ તરીકે ઉપભોગ કરતા નથી. નૈવેદ્ય પૂજારી લઈ જાય છે. વળી તેમની માન્યતા પ્રમાણે અહીં શ્રી ઘંટાકર્ણ મહાવીર પ્રત્યક્ષ અને ચમત્કારિક છે અને જૈનધર્મમાં શ્રદ્ધા રાખતા જૈનોને સહાય પણ કરે છે.
ઘંટાકર્ણ મહાવીર પૂર્વભવમાં જંબુદ્વીપમાં આર્યક્ષેત્રમાં તુંગભદ્ર નામે ક્ષત્રિય રાજા હતા. સાધુઓ, ધર્મી આત્માઓનું અને સતીઓનું લૂંટારાઓ
IS ૫૪ SS