________________
પ્રસ્થાપિત કરવામાં આવી છે. મંદિરનું પ્રવેશદ્વાર અતિશય આકર્ષક અને કલાત્મક છે. મંદિરના પ્રવેશદ્વાર પાસેના ગોખલાઓમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની અર્વાચીન મૂર્તિ છે. અને બાજુમાં વનરાજ ચાવડાની પ્રાચીન મૂર્તિ છે. ડાબી બાજુના ગોખલાઓમાં આશુક મંત્રીની પ્રાચીન મૂર્તિ અને બીજા ગોખલામાં પાર્શ્વનાથ ભગવાનના યક્ષ, પાર્શ્વની અને તેની સામેના ગોખમાં યક્ષિણી પદ્માવતીની મૂર્તિ છે. આ ઉપરાંત દેરીઓના મુખ આગળ બે ગોખમાં સરસ્વતીની બે પ્રાચીન મૂર્તિઓ અને દેરીઓના અંતભાગમાં બે ગોખમાં બે ક્ષેત્રપાલની પ્રાચીન મૂર્તિઓ છે.
પ્રદક્ષિણામાં આવેલી એકાવન દેરીઓ અને શ્રીગોડીજી પાર્શ્વનાથની પ્રદક્ષિણામાં આવેલ ૨૬ દેરીઓ મોટે ભાગે આરસપહાણના પત્થરોમાં બનાવેલી છે. બધી જ દેરીઓનાં દ્વારોમાં જૈન પ્રતિહારીનાં સ્વરૂપ, દિશા પ્રમાણે કોત૨વામાં આવ્યાં છે. દ્વારોનાં કમાડો ચાંદીના પતરાંથી મઢાવેલાં છે. ચાંદીના પતરામાં સુંદર અને કલામય નકશીકામ કરવામાં આવેલું છે.
મુખ્ય મંદિરને ફરતી દીવાલો ઉપર શિલ્પકળાથી ભરપૂર નકશીકામ કરવામાં આવેલું છે. તેમાં તીર્થંકરોના કલ્યાણકના પ્રસંગો, દેવ-દેવીઓ, દેવાંગનાઓ, દિક્પાલો, ગંધર્વો, કિન્નરો, યક્ષો વગેરેની મૂર્તિઓ કંડારવામાં આવી છે.
આ એક અદ્ભુત કલાકારીગરીવાળું સંપૂર્ણ બાવન જીનાલય મંદિર છે. તેનાં શિખરો ઉપર સુંદર શોભાયમાન કળશો કોતરવામાં આવ્યાં છે. શિખરો ઉપર ઊંચા ધ્વજદંડો છે. મંદ મંદ પવનમાં લહેરાતી ધજાઓ અને ધ્વજદંડની ઘંટડીઓનો મધુર રણકાર મંદિરની ભવ્યતા અને આકર્ષકતામાં ઉમેરો કરી ભક્તજનોની ભાવનાને ઉત્તેજીત કરે છે.
જૈનોની માન્યતા પ્રમાણે પંચાસરા પાર્શ્વનાથની પ્રતિમા અલૌકિક
Fo