________________
અને ચમત્કારી છે. આ મંદિર જમીનની સપાટીથી લગભગ પંચોતેર ફૂટ ઊંચું હોઈને તેની ભવ્યતા અને વિશાળતામાં ઉમેરો કરે છે. તેનું કલામય શિખર, તેની ઉપરના ગવાક્ષો, ઘુમ્મટની અંદરની કોતરણી, તેનું મંડોવર અને તેના ઉપરનાં દેવ-દેવીઓ અને દેવાંગનાઓની કલામય મૂર્તિઓ, સુંદર નકશીકામવાળાં ચાંદીનાં પતરામાં મઢેલાં કમાડો વગેરે આ પ્રાસાદને, જૈન મંદિરોમાં એક અનોખી ભાત પાડતા મંદિરોની કોટિમાં મૂકી દે છે.
જીનાલયોની પાટણ તો જૈનપુરી ગણાવી શકાય. તેના મહોલ્લે મહોલ્લે જૈન મંદિરો છે. આ મંદિરોમાં જૈન ધર્મીઓની વિશિષ્ટ કલા, સ્થાપત્ય, શિલ્પ અને જૈન સંસ્કૃતિનાં દર્શન થાય છે. આજે પણ પાટણમાં પંચ્યાસી જેટલાં મુખ્ય મંદિરોમાં એકસોને ચોવીસ જુદાં જુદાં મંદિરો આવેલાં છે. આમાંનાં ઘણાં મંદિરો કલાના ભવ્ય નમૂનાઓ છે. તેમાં બે મંદિરો સહસ્ત્રકૂટ અથત એક હારને ચોવીસ પ્રતિમાઓથી પ્રસ્થાપિત થયેલાં છે. જૈન ધર્મ પ્રમાણે આ એક હજારને ચોવીસનો આંક નીચે મુજબ ગણવામાં આવે છે.
ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની ત્રણ ચોવીસીના એક ક્ષેત્રના બોંતેર તીર્થંકરો, આવા પાંચ ભરતક્ષેત્રના અને પાંચ ઐરાવત ક્ષેત્રના એટલે કુલ્લે દશ ક્ષેત્રના મળી ત્રણે કાળના ૭૨૦ તીર્થકરો. મહાવિદેહના બત્રીસ ગણતાં પાંચ મહાવિદેહના ૧૬૦, ચોવીસ તીર્થંકરોના પાંચ કલ્યાણકના એકસો વીસ, પાંચ મહાવિદેહમાં વિચરતા વિહરમાન વીસ તીર્થંકરો અને શાશ્વતા - ઋષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન મળી ચાર, આમ કુલ્લે ૭૨૦ + ૧૬૦ + ૧૨૦ + ૨૦ + ૪ મળી ૧૦૨૪ની સંખ્યા ગણવામાં આવે છે.
આ ઉપરાંત પાટણમાં બીજા ઘણાં કલાત્મક અને દર્શનીય મંદિરો છે. તેમાં શ્રી સ્વૈભણ પાર્શ્વનાથનું મંદિર, શ્રી મહાલક્ષ્મી માતાના પાડાનું મંદિર
SSSSSSSSSSSSSSSSS ૬૧ SSS