________________
ગયેલાં છે, અને તેનો પત્તો પણ નથી, છતાં તેની નામાવલિ જોતાં તે પાટણની જાહોજલાલી અને સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. વળી પાટણના ઘડવૈયાઓની નામાવલિ પણ પાટણના ગૌરવકાળના ઈતિહાસની સ્મૃતિ તાજી કરે છે. તેમાં મુંજાલ મહેતા, આશુક, સજ્જન, ઉદયન, સોમ, આબડ, યશોધવલ, ડામર, વિમળશા, વસ્તુપાળ, તેજપાલ વગેરેનાં નામો ગણાવી શકાય. તેના રાજ્યકર્તાની નામાવલિ પણ એટલી જ ગૌરવશાળી છે. તેમાં વનરાજ ચાવડો, મૂળરાજ, ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરેનાં નામો ગુજરાતના ઈતિહાસમાં અગ્રસ્થાને છે. એ કાળમાં પાટણે અહીંસા, લક્ષ્મી અને સરસ્વતીના ત્રિવેણી સંગમનું ગૌરવ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
પાટણમાં ઘણાં મોટા પ્રમાણમાં જૈન મંદિરો છે. આથી તે જીનાલયોનું નગર અને જૈનોનું યાત્રાધામ બની ગયું છે. પાટણ અને તેની નજદીક ચૌદ કિલોમીટરના અંતરે ચારૂપમાં આવેલ મંદિરની યાત્રાએ જૈનો ઘણી મોટી સંખ્યામાં જાય છે. કોઈ કોઈ મંદિરો ભવ્ય, વિશાળ અને સ્થાપત્ય અને શિલ્પકળાના અજોડ નમૂનારૂપ છે. તેમાં પંચાસરા પાર્શ્વનાથનું બાવન જીનાલય મંદિર મુખ્ય છે.
૧૪મી સદીમાં મુસલમાન બાદશાહોએ પાટણ શહેરનો ધ્વંસ કર્યો હતો, ત્યારે પંચાસરા પાર્શ્વનાથ મંદિરનો પણ ધ્વંસ થયો હતો. ઈ.સ. ૧૩૬ થી ૧૩૬૮માં જ્યારે પાટણ ફરી વસાવ્યું, ત્યારે પંચાસરા પાર્શ્વનાથનું નવું મંદિર બંધાવીને તેમાં પંચાસરા પાર્શ્વનાથની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. ત્યારબાદ વખતોવખત મંદિરનો જીર્ણોદ્ધાર થતો રહ્યો, પણ પાંચ સૈકા બાદ સંવત ૧૯૯૮ની સાલમાં હાલ અસ્તિત્વમાં છે તે ગગનચુંબી વિશાળ મંદિર બાબુ પન્નાલાલના સુપુત્રે બાંધવા માટે ખાતમુહૂર્ત કરીને આ ભવ્ય, બેનમૂન કલાત્મક મંદિર બંધાવ્યું.
મુખ્ય મંદિરને ફરતી એકાવન દેરીઓ છે. આ દેરીઓમાં (૮૬) ક્યાસી જીનબિંબોની અંજન શલાકાવિધિ કરેલી મૂર્તિઓ