________________
વરના મંત્રથી સર્પ, વીંછી વગેરેના વિષ ઉતાર્યાના દાખલાઓ હોવાનું કહેવાય છે.
ઘંટાકર્ણ વીરને, નવગ્રહોની પેઠે, જૈનો અને હિંદુઓ બન્ને માને છે અને તેની આરાધના કરે છે. સાચા અને સાત્વિક વૃત્તિવાળા જૈનો બાધા આખડી વિના દેવ-દેવીઓના અને ઘંટાકર્ણવીરના મંત્રોના જાપ કરે છે, અને દેવ, ગુરૂ, ઘર્મની આરાધના કરે છે.
જૈનશાસ્ત્રોમાં દેવોની, યક્ષોની અને વિરોની સહાયતા મળવાના ઘણા દાખલાઓ મળી આવે છે. વળી, કોઈ જૈન તીર્થોમાં ચમત્કારી બનાવો બન્યાની કિંવદંતીઓ છે. અરિહંત તીર્થકરો નિરંજન, નિરાકાર અને વીતરાગી અર્થાત્ રાગદ્વેષ રહિત હોઈને, તેઓ ભક્તોને સહાય કરવા આવી શકે નહીં અને આવતાં હોતા નથી. એટલે તેવા ચમત્કારો, તીર્થકરોના ભક્ત રાગી શાસનદેવ કરતા હશે તેમ માનવું યોગ્ય ગણી શકાય.
મહુડીથી નજદીકનું સ્ટેશન પીલવાઈ રોડ પાંચ કિલોમીટરના અંતરે અને વિજાપુર દસ કિલોમીટરના અંતરે કલોલ વિજાપુર રેલ્વે માર્ગ પર આવેલાં છે. બસ અને ખાનગી વાહનો પણ મહુડી સુધી જાય છે. ગાંધીનગર, મહેસાણા, વિસનગર તથા માણસા નજદીકનાં મોટાં ગામ છે. ગાંધીનગર પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે. મહુડીમાં રહેવા માટે ધર્મશાળા છે, જ્યાં બધાં જ પ્રકારની અદ્યતન સગવડ છે. એક * બીજી ધર્મશાળા છે જેમાં બ્લોક સિસ્ટમની સગવડ છે. કોટયાર્ક વૈષ્ણવ તીર્થમાં પણ ધર્મશાળાઓ છે અને રહેવા જમવાની વ્યવસ્થા છે.