________________
મહુડી તીર્થ શ્રી ઘંટાકર્ણ મહાવીર
તીર્થંકર શ્રી પદ્મપ્રભુ અને શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ
મહુડી ગુજરાત પ્રાંતના મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું જૈનોનું, ઘણું જ જાણીતું તીર્થધામ છે. પ્રાચીન કાળમાં આ ક્ષેત્ર ખડાયત્ તરીકે જાણીતું હતું. પ્રાચીન સમયમાં તેને મધુમતી પણ કહેતા હતા. આજે તે મહુડી યાને મધુપુરી તરીકે ઓળખાય છે.
આ ક્ષેત્રમાં ભૂગર્ભમાંથી જૈન તીર્થંકરોની પ્રતિમાઓ તથા કેટલાક કલાત્મક અવશેષો મળી આવ્યા છે. તેના પરથી એમ પ્રતીતિ થાય છે કે અહીં બે હજાર વર્ષ પહેલાં જૈન મંદિરો હશે અને જૈન શ્રાવકોની સારી એવી વસતી હશે. વળી પંચધાતુમાંથી નિર્માણ કરેલી એક પ્રતિમા ૫૨ બ્રાહ્મી લિપિમાં લખેલા લેખોથી પણ એમ પ્રતિપાદન થઈ શકે કે આ પ્રતિમા બે હજાર વર્ષ પૂર્વેની હશે અને અહીં બે હજાર વર્ષ પહેલાં જૈન મંદિરો હશે.
અહીં જૈનોના છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુ ભગવાનનું, એક ઘણું જ સુંદર મંદિર છે. મૂર્તિ શ્વેતવર્ણની અને પદ્માસનસ્થ છે. મંદિર વિશાળ અને ભવ્ય છે. મંદિરમાં તીર્થાધિરાજ શ્રી પદ્મપ્રભુ ભગવાનની, પ્રાચીન મનમોહક પ્રતિમા છે. આ પ્રતિમાને વિક્રમ સંવત ૧૯૭૪માં આચાર્યદેવ શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજના કરકમલો દ્વારા ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.
આ મંદિરની પાસે ચોવીસ દેવકુલિકાઓનું મંદિર છે. પાસે ઘંટાકર્ણ મહાવી૨નું તથા શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીનું ગુરૂ મંદિર પણ છે.
મહુડીથી દોઢ કિલોમીટરના અંતરે સાબરમતી નદીને કિનારે એક ટેકરી પર કોટયાર્ક વૈષ્ણવ તીર્થ આવેલું છે. અહીં પણ અનેક યાત્રીઓ આવે છે. આ મંદિરમાં અનેક કલાપૂર્ણ પ્રતિમાઓ અને અવશેષો છે. આમાં એક પંચધાતુની રેડિયમ નેત્રવાળી જટાયુક્ત શ્રી શાંતિનાથ
૫૩