________________
આ મંદિરનું શિખર, ચાર માળવાળું અને ગગનચુંબી છે. તે પીળા પત્થરોમાંથી બનાવેલ હોઈને, કલાત્મક અને આકર્ષક લાગે છે. એમ કહેવાય છે કે રાજા કુમારપાળે તો બત્રીસ માળનું શિખર બનાવ્યું હતું.
આ મંદિરના પટાંગણમાં બીજાં બે નાના મંદિરો છે
પહાડની આડમાં શ્વેતવર્ણનું દિગંબર મંદિર આવેલું છે. તે ખૂબ જ મનોરમ્ય લાગે છે.
પહાડ ઉપર આ મુખ્ય શ્વેતાંબર અને દિગંબર મંદિરો સિવાય બીજા ચાર શ્વેતાંબર મંદિરો અને પાંચ દિગંબર મંદિરો છે.
પર્વતનાં મંદિરોમાં ગણપતિની સુંદર મૂર્તિ છે. એમ કહેવાય છે કે અસલ મંદિરો સુપ્રસિદ્ધ રાજા વેણી વત્સરાજે બનાવ્યાં હતાં. આ પર્વતથી થોડે દૂર ગાઢ અરણ્યમાં તારણ માતાનું મંદિર આવેલું છે. ત્યાંથી થોડે દૂર ધારિણી માતાનાં દર્શન પણ થાય છે.
તારંગાથી તદ્ન નજીક, ધરોઈ આવેલું છે. ત્યાં સાબરમતી નદી પર વિશાળ બંધ બાંધીને એક જલાગાર બનાવવામાં આવ્યો છે. તે એક પિકનિકનું સ્થળ બની ગયું છે. અહીંથી ત્રીસ કિલોમીટરના અંતરે વડનગરમાં ગુર્જર સ્થાપત્ય શૈલીનું કલાત્મક તોરણ અને સુપ્રસિદ્ધ શર્મિષ્ઠા સરોવર અને હાટકેશ્વર મંદિર વગેરે સ્થળો આવેલાં છે. વળી અંબાજી પણ અહીંથી ત્રેપન કિલોમીટરના અંતરે આવેલું છે.
એક બીજો ઉલ્લેખ એવો મળે છે કે વિક્રમ સંવત ૧૨૮૪ના ફાગણ સુદ બીજને દિવસે શ્રી વસ્તુપાલ દ્વારા શ્રી નાગેન્દ્ર ગચ્છાચાર્ય શ્રી વિજ્યસેન સૂરિજીના શુભ હસ્તે આ મંદિરમાં બે ગોખલાઓમાં જૈનોના પહેલા તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ બન્ને પ્રતિમાઓ હાલ વિદ્યમાન નથી પણ શિલાલેખોવાળાં બન્ને આસનો વિદ્યમાન છે. વળી આ તીર્થનો વિક્રમ સંવત ૧૪૭૯માં શ્રી સોમ
૫૦