________________
એકસો આઠ દેવકુલિકાઓમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓમાં ભારતભરમાં આવેલાં જૈન મંદિરોમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાઓની પ્રતિકૃતિઓ છે. તેમાં કોઈ શ્યામવર્ણની, કોઈ શ્વેતવર્ણની અને કોઈ પંચધાતુની પ્રતિમાઓ છે.
આખું મંદિર આરસપહાણના પત્થરમાં બનાવેલું છે. શિખરો અને ઘુમ્મટો પીળા અને લાલ રેતિયા પત્થરનાં બનાવેલાં છે. મંદિરનો સભામંડપ વિશાળ છે અને શિખરની ઊંચાઈ સારા પ્રમાણમાં છે.
મંદિરની નજદીક ધર્મશાળા અને રહેવાની વ્યવસ્થા છે.
આ મંદિરથી થોડે દૂર આગળ જતાં આરસપહાણના પત્થરમાં બનાવેલું આગમ મંદિર આવે છે. આગમ મંદિરના મધ્યભાગમાં એક મંદિર છે. જેમાં આરસ પહાણના પત્થરમાં બનાવેલું ગર્ભગૃહ, સભામંડપ અને રંગમંડપ આવેલાં છે. સભા મંડપની છત રેતિયા પત્થરની બનાવેલી છે, પણ તેમાં આબુના દેલવાડાના જેવું કોતરકામ છે. મૂળ મંદિરની ચારે તરફ સ્ટીલના ગ્લેઝવાળા ત્રાંબાના પતરાંમાં જૈનોના પીસ્તાલીસ આગમો કોતરાવીને આ પતરાંઓ ભીંતમાં જડવામાં આવ્યાં છે. આની વચમાં તીર્થકરોની પ્રતિમાઓવાળી છ દેરીઓ બાંધવામાં આવી છે. આ બધી દેરીઓ, તેના થાંભલાઓ, અને એની ફરસ, આરસપહાણના પત્થરથી બનાવવામાં આવ્યાં છે.
આ આગમ મંદિરમાં પેસતાં આગળના ભાગમાં ડાબી બાજુએ મણિભદ્રની દેરી અને જમણી બાજુએ ગુરૂદેવની દેરીઓ બનાવવામાં આવી છે. આ બન્ને દેરીઓ પણ આરસ પહાણના પત્થરમાં બનાવવામાં આવી છે.
અગાઉ ઉલ્લેખ કરેલ શંખેશ્વર પાર્શ્વનાથનું અસલ મંદિર ગામની મધ્યમાં આવેલું છે. અગાઉ આ બાવન જિનાલયની દેવકુલિકાઓની છતો અને શિખરો આરસના પત્થરમાં ન હતાં. તે હાલ આરસ પહાણના પત્થરોમાં બનાવવામાં આવી રહેલ છે. આ સિવાય આખું મંદિર આરસના પત્થરમાં બનાવેલું છે.
NIOS
૪૮