________________
શકે કે તીર્થંકર નેમિનાથ અને તીર્થંકર પાર્શ્વનાથની વચ્ચે સમયનું અંતર ઘણું ઓછું હશે. અગર જે પ્રતિમા નીકળી તે બીજા કોઈ તીર્થકરની હશે, અને પાર્શ્વનાથની પ્રતિમા પાછળથી પ્રસ્થાપિત કરવામાં આવી હશે.
આ સિવાય, જૈનશાસ્ત્રોમાં અહીંયાં બનેલા અનેક રાત્મકારોનો ઉલ્લેખ છે. આ માન્યતાને આધારે આજે પણ અહીં દરરોજ હજારો ભક્તજનો આવે છે. એક ગણતરી મુજબ એમ માનવામાં આવે છે કે પ્રતિ વર્ષ અહીં જૈન અને જૈનેતરો મળીને લગભગ ત્રણ લાખ યાત્રાળુઓ આવે છે. અહીં ભગવાનની મૂર્તિનાં દર્શન કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા છે.
દર સાલ કાર્તિક પૂનમ, માગશરવદ દસમ અને ચૈત્રી પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે. ત્યારે અસંખ્ય યાત્રાળુઓ આવે છે અને પૂજા સેવા કરીને કૃતકૃત્યતા અનુભવે છે.
જૈન ગ્રંથમાં એવો ઉલ્લેખ મળે છે કે પ્રાચીન કાળમાં અષાઢી નામના એક શ્રાવકે શંખેશ્વરમાં જૈન તીર્થકરોની પ્રતિમાઓને સ્થાપિત કરી હતી. આમ, શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાનો ઈતિહાસ અતિ પ્રાચીન છે. ત્યાર પછીના ઈતિહાસમાં એવો ઉલ્લેખ મળે છે કે સિદ્ધરાજ જ્યસિંહના મહામંત્રી સર્જનશાહે વિક્રમ સંવત ૧૧૫૫માં આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો. એ સમયે શંખેશ્વર એની જાહોજલાલીની પરાકાષ્ટાએ હતું.
ત્યારબાદ વિક્રમ સંવત ૧૨૬૮માં ગુજરાતના જાણીતા મંત્રી, વસ્તુપાલ અને તેમના ભાઈ તેજપાલે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને બાવન જિનાલયની દેરીઓ ઉપર સુવર્ણ કળશ ચઢાવ્યા હતા.
ઈ.સ.ની ૧૪મી સદીમાં અલ્લાઉદ્દીન ખિલજીએ મૂળ જૈન મંદિરને તોડી નાંખ્યું હતું. દંતકથા મુજબ, પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બચાવી લેવામાં આવી હતી, અને તેને કચ્છમાં લઈ જઈ દાટી દેવામાં આવી હતી.
ત્યારબાદ ઈ.સ. ૧૬૫ માં મોગલ બાદશાહ શહાજહાઁએ શંખેશ્વર ગામ અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસજીને વાર્ષિક રૂ. ૧૦૫૦ના દરે ભાડેથી આપ્યું હતું.
ANING ૪૬ NNNNNNNEWS