________________
ગિરનાર અગ્નિકૃત પર્વત છે. કારતક સુદ અગિયારશથી એટલે કે દેવદિવાળીથી પાંચ દિવસ સુધી, વર્ષોથી ગિરનારની ઐતિહાસિક પરિક્રમા યોજાય છે. ત્યારે યાત્રિકોનો મેળો જામે છે, તેઓ તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિર પાસે રાત રહે છે અને સવારે પરિક્રમા શરૂ કરે છે. ઝીણા બાવાની મઢી, સૂરજ કુંડ, માળવેલો, બોરદેવી વગેરે પરકમ્મામાં આવતાં સ્થળો છે. ધાર્મિક દ્રષ્ટિએ આ પરિક્રમાનું ઘણું મહાભ્ય છે.
એક જમાનામાં ગિરનાર ગાઢ જંગલોથી ભરેલો હતો. આથી, તેનું કુદરતી સૌન્દર્ય ખૂબ જ મનોરમ્ય અને આકર્ષક લાગતું. વળી, ગિરનાર જાત જાતની વનસ્પતિઓ અને ઔષધિઓથી સભર છે. તેનો ઈતિહાસ અતિ પ્રાચીન અને જાજરમાન છે. તે યાત્રાનું એક મહત્ત્વનું પવિત્ર સ્થળ છે. આથી કોઈ કવિએ ગાયું છે કે
"સોરઠ દેશ ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર ન નાહ્યો દામો રેવતી, અફળ ગયો અવતાર સોરઠ શુરો ન સરજિયો, ન ચડ્યો ગઢ ગિરનાર ન નાહ્યો ગંગા ગોમતી એનો એળે ગયો અવતાર