________________
કોશિશ કરે છે અને કહે છે કે
“રાજુલ પોકાર નેમ, પશુ બાના હુઆ સચ્ચા માનો તો સ્વામી ઠગાના હુઆ
પણ આખરે જ્યારે રાજુલ પણ ત્યાગનો પંથ અપનાવવા તૈયાર થાય છે, ત્યારે તેની સખીઓ રાજુલને સંસાર ત્યાગ ન કરવા માટે સમજાવે છે ત્યારે રાજુલમતીનો જવાબ પણ કોઇ કવિએ સુંદર પંક્તિઓમાં વ્યકત કર્યો છે
"દેશો નહિ એને દોષ લગીરે રાખશો ના કોઇ રોષ લગીરે, લેખ લખ્યા ન ભૂંસાય રે;
તનડાનું સગપણ ભલે દીધું તોડી, આત્માની પ્રીત એણે આત્માથી જોડી.
આમ નેમિનાથ અને રાજુલની ઐતિહાસિક કથાએ ગિરનારનો તેના પુરાણા પ્રાગ ઐતિહાસિક ઈતિહાસમાં ઉમેરો કરીને, તેને અમરત્ત્વ બક્ષ્ય
છે.
અહીંની એક ગુફામાં રાજુલમતીની સાથે તેમના દિયર રહનેમિની સાથે બનેલો એક પ્રસંગ છે. રાજુલમતીએ દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓ પણ ગિરનારની એક ગુફામાં તપ કરવા માટે રહ્યાં હતાં. રહનેમિ પણ સાધુપણું અંગીકાર કરી અહીંની એક ગુફામાં તપ કરતા હતા. એક વખતે ધોધમાર વરસાદ પડ્યો. રાજુલમતી ભીંજાઈ ગયાં. રાજુલમતી સુંદર તો હતાં જ, તેમાં ભીંજાયેલાં કપડાંમાં સુંદરતા વધુ ઝબકી ઊઠી. તેઓ કપડાંને નીચોવી સુકવવા માટે અણજાણતાં રહનેમિની ગુફામાં ગયાં. રહનેમિ રાજુલમતીની સુંદરતાથી ભીંજાયા અને મોહાંધ બન્યા. રાજુલમતીએ રહનેમિને ઉપદેશ આપીને, તેમની મોહાંધતાને દૂર કરી. આ પ્રસંગને
૪૨