________________
ગિરનાર એ જૈનધર્મીઓનું એક મહત્ત્વનું તીર્થધામ હોવા ઉપરાંત, હિંદુઓ અને મુસ્લિમોનું પણ તીર્થધામ છે. વળી ગિરનાર પ્રાચીન અને અર્વાચીન બન્ને દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ગિરનાર પુરાતત્ત્વવેત્તાઓ, ઈતિહાસકારો, વનસ્પતિશાસ્ત્રીઓ આયુર્વેદાચાર્યો અને ભૂસ્તરશાસ્ત્રીઓને અખૂટ ભાથું પૂરું પાડે છે. . તેના ગૌરવને લોકકવિઓ અને લોકકથાકારોએ બિરદાવ્યું છે. ઈતિહાસકારોએ તેના ઉલ્લેખ કર્યા છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં પાણિનીએ ગિરિનગરનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે
આદી મરિપુર નામે, ચંદ્રકેતુ પુર મૃત
તૃતીય રેવત નામે, કલૌ પુરાતન પુર ઈ.સ.ની સાતમી સદીમાં રચાયેલા સ્કંધપુરાણના પ્રભાસખંડમાં ગિરનારનું મહાભ્ય વર્ણવ્યું છે. તેમાં પુરાણોની લાક્ષણિક શૈલીમાં ચમત્કારિક વાર્તાઓ આપવામાં આવી છે. તેમાં લખ્યા મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું અને તેમાં અનેક પુણ્ય સ્થાનો, વિવરો યાને કોતરો અને ગુફાઓ છે. વળી પ્રભાસખંડમાં, ગિરનારનું, વર્ણન આપતાં લખે છે કે :- ગિરનાર શિવલિંગાકાર છે. તેમાં ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૃંગ, અંબિકા, શ્રી ચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર, અશ્વત્થામા વગેરે શૃંગો છે.
ગિરનારમાં સાધના કરીને, વેલા કોળીમાંથી વેલનાથ બનનાર, ગુરૂના વિરહમાં એમના એક શિષ્ય ખાંટ રામજીએ ગિરનાર ઉપર એક ભજન લખ્યું છે, જે ઘણું પ્રસિદ્ધ છે. ચીની યાત્રી હ્યુ-એન સંગ ઈ.સ. ૬૪૦ની આસપાસ ગિરનાર આવેલા. તેમણે ગિરનારનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે “જૂનાગઢથી થોડે દૂર ઉજ્જયંત પર્વત આવેલો છે. વળી અહીં પચાસ જેટલા બૌદ્ધ મઠો હતા, જેમાં (૩૦૦) ત્રણસો જેટલા ભિક્ષુકો રહેતા હતા. સી.એમ. નામના એક અંગ્રેજે ઈ.સ. ૧૮૭૭માં કલકત્તા રિવ્યુમાં ગિરનારનો