________________
જ્ઞાતિના સોની સમરસિંહ અને માલદેવે મંદિર બનાવ્યું હતું એવો ઉલ્લેખ મળે છે. આ મંદિર બે માળનું છે. અને બધાં મંદિરોમાં ઊંચામાં ઊંચું છે. અહીં પણ મૂળનાયક સહસ્રફણા પાર્શ્વનાથ ભગવાન છે. આગળ જતાં શ્રી કુમારપાળની ટૂક આવે છે. આ ટૂક તેરમી સદીમાં કુમારપાળ રાજાએ નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે. અહીં મંદિરમાં મૂળનાયક શ્રી અભિનંદન ભગવાન છે. આ ટ્રકની પાસે ભીમકુંડ અને ગજપદ કુંડ છે. મુખ્ય માર્ગ પર આગળ જતાં શ્રી વસ્તુપાલ તેજપાળની ટૂક આવે છે.
અહીંના દરેક મંદિરના શિખર પર, છત પર અને સ્તંભો પર શિલ્પકલાથી સભર આબેહૂબ કોતરકામ છે. આમ છતાં ગિરનાર પર સૌથી કલાત્મક શ્રેષ્ઠ શિલ્પની કોતરકામવાળાં મંદિરો તો વસ્તુપાલ તેજપાલે બનાવેલાં મંદિરો છે. તે આબુના દેલવાડાનાં મંદિરોની સ્મૃતિ તાજી કરે છે. કોઈ કોઈ સ્થળે શિલ્પકળા અને કોતરકામ, આબુનાં દેલવાડાના મંદિરો કરતાં પણ વધુ ઉત્કૃષ્ટ લાગે છે. મંદિરો સ્થાપત્ય કલા અને શિલ્પ કલાના અભુત નમૂનાઓ છે. મંદિરમાં સાતેક અભિલેખો છે. શિલાલેખોના ઉલ્લેખ મુજબ આ મંદિરો વિક્રમ સંવત ૧૨૮૮માં બનાવવામાં આવ્યાં હતાં. તેમાં ૧૯મા તીર્થકર મલ્લિનાથનાં ત્રણ મંદિરો છે. (૧) શ્રી સ્તંભન પુરાવતાર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું (૨) શત્રુંજ્યાવતાર શ્રી ઋષભદેવનું અને (૩) સત્યપુરાવતાર શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાઓ છે. અહીં બીજા મંદિરમાં પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા હતી, પણ પાછળથી શત્રુંજ્યાવતાર નામના મૂળ મંદિરમાં, મૂળનાયક શ્રી શ્યામલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પ્રતિમા ઉપર વિક્રમ સંવત ૧૩૦૫નો આલેખ છે. ટૂકથી આગળ જતાં શ્રી સંપ્રતિ રાજાની ટૂક આવે છે. અહીં મંદિર પ્રાચીન અને વિશાળ છે. મૂળ નાયક શ્રી નેમિનાથ ભગવાન છે. ત્યારબાદ ચૌમુખજી, શ્રી સંભવનાથ ભગવાનની ટૂક, જ્ઞાનવાવડી, શ્રી ધર્મશ્રી હેમચંદ્રજીની ટૂક, મલ્લની ટૂક, રાજુલમતિજીની ગુફા, બીજી ચૌમુખજીની ટૂક, ગૌમુખી ગંગા તથા ચોવીસ તીર્થકરોની
STS ૩૮