________________
નેમિનાથનું એક વિશાળ મંદિર છે. આ મંદિર વિક્રમ સંવત ૨૦૯માં કાશ્મિરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું હતું તેમ કહેવામાં આવે છે. સિદ્ધરાજના સમયમાં તેમના સૂબા સોરઠના દંડનાયક સજ્જન મહેતાએ વિક્રમ સંવત ૧૨૮૫માં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એમ કહેવાય છે કે આ જીર્ણોદ્ધારમાં સજ્જન મહેતાએ સોરઠની ત્રણ વર્ષની આવક ખર્ચા હતી. મંદિરમાં શ્યામ આરસમાંથી કંડારાયેલી નેમિનાથની વિશાળ પ્રતિમા છે.
આ શ્વેતાંબર મંદિર એકસોને નેવું (૧૯0) ફૂટ લાંબા અને એકસોને ત્રીસ (૧૩) ફૂટ પહોળા, વિશાળ ચોકની વચમાં બાંધવામાં આવ્યું છે. મંદિરોને ફરતો બહારનો રંગમંડપ, ચોક અને જીન મંદિર કલાના મનમોહક નમૂના છે. પાછળ આવેલા પહાડોની પાર્શ્વભૂમિ તેને ઘણાં જ મનોહર બનાવે છે.
નેમિનાથજીના દેરાસરમાં ચાર શિલાલેખો છે. તેમાં આ દેરાસરને રા'માંડલિકે સોનાના પતરાથી મઢાવ્યું હતું અને મેવાડા જ્ઞાતિના સૂત્રધાર ગણના પુત્ર હરિપાલને મંદિરમાં લેખો કોતરાવવાના વંશ પરંપરાગત હકકો આપ્યાના ઉલ્લેખો છે. નેમિનાથજીના મંદિરની પાછળ જૈન મંદિરોના મુનીમ જગમાલ ગોરધનદાસે બનાવેલું મંદિર છે. જગમાલના નામ ઉપરથી જૂનાગઢમાં “જગમાલ ચોક'પણ છે.
આ મંદિરની સામે માનસિંગ ભોજરાજની ટૂક છે. અહીં મંદિરમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. આ મંદિરના ચોકમાં એક સુંદર કુંડ આવેલો છે. આગળ જતાં મેલક વસહીની ટૂક આવે છે. આ ટૂકમાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. એમ માનવામાં આવે છે કે આ ટૂક ગુજરાત નરેશ શ્રી સિદ્ધરાજના મહામંત્રી શ્રી સજ્જન શેઠે નિર્માણ કરાવી હતી. આ ટૂકમાં ઋષભદેવની આસનસ્થ વિશાળકાય પ્રતિમા છે. જેને અબુદજી કે અદબદજી દાદા કહેવામાં બાવે છે.
આગળ ચાલતાં શ્રી સંગ્રામ સોનીની ટૂક આવે છે. અહીં ઓશવાલ