________________
મૃગીકુંડમાં સ્નાન કરીને, ભવનાથની આરતી ઉતારીને, મહાપૂજા કરે છે.
ગિરનાર પર જવાનો અસલ માર્ગ પૂર્વ તરફ હતો, પણ પ્રથમ પગથિયાં કોણે અને ક્યારે બનાવ્યાં તેનું કોઇ પ્રમાણ ઉપલબ્ધ નથી. પ્રબંધ ચિંતામણિમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ ઈ.સ. ૧૧૫૨માં ગુજરાતના રાજા કુમારપાળે તેમના મંત્રી ઉદયનના પુત્ર વાગ્ભટ્ટને ગિરનાર ઉપર જવા માટે પગથિયાં બાંધવા માટે, સૂચના આપી હતી. તેને અનુસરીને વાગ્ભટ્ટે તે વખતે રૂપિયા ત્રેસઠ લાખના ખર્ચે સોપાન માર્ગ બનાવ્યો હતો. ત્યાર બાદ ઈ.સ. ૧૯૨૭માં તેમાં સમારકામ કરવામાં આવ્યું હતું. વળી એવો પણ ઉલ્લેખ મળે છે કે દીવના એક સંઘે પણ તેની મરામત કરાવી હતી. ત્યારબાદ ઈ.સ. ૧૮૮૯માં જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈએ તળેટીથી અંબાજી સુધી પગથિયાં બંધાવ્યાં હતાં.
ગિરનાર પર્વત પર ગોરખ શિખર ૩૬૦૦ ફૂટ, અંબાજી શિખર ૩૩૦૦ ફૂટ, ગોમુખી, શિખર ૩૧૨૦ ફૂટ અને જૈન મંદિરો ૩૩૦૦ ફૂટની ઊંચાઈએ આવેલાં છે. આ બધાં શિખરો ઉપર જવા માટે પગથિયાં છે.
ગિરનાર ૮૪ ચોર્યાસી સિદ્ધો અને નવનાથોનું નિવાસ સ્થાન છે, યોગીઓની તપોભૂમિ છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. અહીં સિદ્ધોએ વસ્ત્રોનો ત્યાગ કરી તપ કર્યું હતું એટલે તેને વસ્ત્રાપથ ક્ષેત્ર કહે છે. આ સિદ્ધો મોટે ભાગે જૈન સાધુઓ હતા. તેમાં મુખ્ય, જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથ હતા. આથી ગિરનારના તીર્થનાયક નેમિનાથ છે.
તળેટીથી ઉપર ચઢતાં પાંડવદેરી, હનુમાન બાલુની આંબલી, ધોળી દેરી, કાળી દેરી, ભર્તુહરિની ગુફા વગેરે સ્થળો વટાવી ઉપરકોટની ટૂક ઉપર આવીએ છીએ. એને દેવકોટ પણ કહે છે. તળેટીથી આ ચઢાણ, ત્રણ કિલોમીટરનું છે. તેમાં ચડવા માટે ૪૨૦૦ બેંતાલીસો પગથિયાં છે. દેવકોટ દરવાજામાંથી અંદર જતાં જૈનોનાં મંદિરો આવે છે. તેમાં
૩૬