________________
આલેખવામાં આવ્યું છે. વળી જૈન શ્વેતાંબર પંથીઓના શાસ્ત્રો પ્રમાણે ગિરનારને શ્રી શત્રુંજ્ય ગિરિની પાંચમી ટૂક માનવામાં આવે છે. જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનના સમયથી ચોવીસમા તીર્થંકર મહાવીર ભગવાનના સમય સુધીમાં અનેક ચક્રવર્તીઓ, રાજા મહારાજાઓ અને જૈન શ્રેષ્ઠીઓએ અહીં રૈવતાચલ ઉપર યાત્રા કર્યાના ઉલ્લેખો મળી આવે છે. વળી તેમની માન્યતા પ્રમાણે, અહીંથી અનેક મુનિવરો તપશ્ચર્યા કરીને મોક્ષે સિધાવ્યા છે અને આવતી ચોવીસીના વીસ તીર્થંકરો પણ અહીંથી મોક્ષે સિધાવશે, એવી માન્યતા પ્રવર્તે છે.
જૂનાગઢથી ગિરનાર તરફ જતાં વાઘેશ્વરી માતા, ગાયત્રી શક્તિપીઠ અને અશોકનો શિલાલેખ આવે છે. આ શિલાલેખ આજે પણ હયાત છે. આ શિલાલેખ પર મૌર્ય સમ્રાટ અશોકે એની સુપ્રસિદ્ધ ચૌદ ધર્મઆજ્ઞાઓ, પ્રાચીન ખારોષ્ટી લિપિમાં કોતરાવી છે. આજે પણ તે શિલાલેખો વાંચી શકાય છે. ચૌદ ધર્મઆજ્ઞાઓમાં સમ્રાટ અશોકે, દયા અને કરૂણા પર વિશેષ ભાર મૂક્યો છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને ગૌતમબુદ્ધ તો દયા અને કરૂણાના અવતાર હતા એટલે અશોકે દયા અને કરૂણા પર ભાર મૂક્યો હશે.
આ જ શિલાલેખની એક બાજુએ બીજી સદીમાં થઈ ગયેલા ક્ષત્રપ રુદ્રદામનનો એક શિલાલેખ છે. આ પછી, પાંચમી સદીમાં થઈ ગયેલા સમ્રાટ સ્કંધગુપ્તે બનાવેલ એક ત્રીજો શિલાલેખ છે.
અહીં શિલાલેખોની સામી બાજુએ લગભગ ૨૩૦૦ વર્ષ પહેલાં સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યે (૨૭૮) બસો ઈંઠીયોતેર એકરમાં સુદર્શન નામે, એક સરોવર બંધાવ્યું હતું. આ સરોવર ઘણું જ વિશાળ અને યોગિનીઓના પહાડ અને અશ્વત્થામાની ટેકરીઓથી અત્યારના ઉપરકોટની સીમા સુધી વિસ્તરેલું હતું. એમાં સુવર્ણ રેખા અને પલાશિની નદીઓનું પાણી ઠલવાતું હતું. આ સરોવરમાંથી ખેતી માટે પણ પાણી વપરાતું. અતિવૃષ્ટિને કા૨ણે બે ત્રણવાર સરોવર ફાટ્યું હતું. બે વાર તો એ બે સરોવરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એકવાર ક્ષત્રપ રુદ્રદામને અને બીજીવાર સમ્રાટ સ્કંધગુપ્તે. આ બન્ને સમ્રાટોના શિલાલેખોમાં તેનો ઉલ્લેખ
૩૪