________________
શ્રી ગિરનાર તીર્થ
સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢથી લગભગ સવાત્રણ કિલોમીટરની દૂરીએ ગિરનાર પર્વત આવેલો છે. તે લગભગ ૧૧૧૭ મીટર ઊંચો અને સિત્તેર(૭૦) ચોરસ માઈલના ક્ષેત્રફળમાં ફેલાયેલો છે. તે અતિ પુરાણો પર્વત છે. હિમાલય પર્વતથી કદમાં અતિ નાનો પણ ઉંમરમાં હિમાલયથી મોટો અર્થાત જૂનો છે. તે જૈનો, હિંદુઓ અને મુસ્લિમોના તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે. ગિરનાર ભૌગોલિક દ્રષ્ટિએ જેટલો પુરાણો છે તેટલો જ જૂનો તેનો ભવ્ય અને ભાતીગળ ઈતિહાસ છે. ભારતના ઈતિહાસમાં પ્રાગ ઐતિહાસિક કાળથી આજદિન સુધી, ગિરનાર અને જૂનાગઢના ઉલ્લેખો મળી આવે છે. ઈટવા અને ખોરદેવીમાં મળેલા પ્રાગ ઐતિહાસિક અવશેષો, મૌર્ય, ગુપ્ત, મૈત્રક અને ચૂડાસમા રાજવીઓના વૃત્તાંતો અને તેમને બંધાવેલી મહેલાતો, ઈમારતો અને યાદગાર સ્થળોના ખંડિયેરો, જૂનાગઢના નવાબોના મહેલો અને ઈમારતો અને સ્વતંત્ર આંદોલનના પ્રસંગો દ્વારા જૂનાગઢનો કડીબદ્ધ ઈતિહાસ મળે છે.
જૂનાગઢની પ્રસિદ્ધિ, ગિરિવર ગિરનાર પર્વતને લીધે છે. કિંવદંતી છે કે ગિરનારની તળેટીમાં જ પ્રાચીન ગિરિનગર વસ્યું હતું. નંદો અને મૌર્યના સમયમાં તે એક સમૃદ્ધ નગર હતું. પ્રાચીન સમયમાં તેના મણિપુર, ચન્દ્રકેતુપર, રૈવતનગર અને પુરાતનપુર નામો હતાં.
શ્વેતાંબર જૈનપંથીઓની માન્યતાનુસાર પ્રાચીન સમયમાં ગિરનારનો ઉજ્જયંતગિરિ અને રેવતગિરિ તરીકે ઉલ્લેખ કરવામાં આવતો હતો. પુરાણોમાં અને ઈતિહાસમાં પણ તેને રૈવત, રેવંત, કમુદ, રૈવતક, રૈવતાચળ, ઉજ્જયંતિ આદિ નામોથી વર્ણવવામાં આવ્યો છે.
જૈન ગ્રંથોમાં, ગિરનારનું મહાભ્ય ઘણા જ ભક્તિભાવથી. SSSSSSSSSSSSS ૩૩