________________
જંબુદ્રીપની રચના કરાવનાર આચાર્યો અને સાધુઓએ તેમજ દાતાઓએ જૈનધર્મના ઊંડા અભ્યાસીઓના તેમજ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓ અને ખગોળશાસ્ત્રીઓની સલાહ લઈને આ રચના કરવાનો વિચાર કર્યો હતો તો જૈનધર્મ અને તેની ફિલસૂફીથી મહત્તા વધુ સારી રીતે રજૂ થઈ શકી હોત.
અત્રેથી અહીં એ ઉલ્લેખ કરવો અસ્થાને નહિ ગણાય કે ઈ.સ. ૧૯૫૫ની સાલમાં શ્રી શત્રુંજય તીર્થનાં મંદિરોમાં હરિજનો યાત્રા યા દર્શન ક૨વા જઈ શકે કે નહિ, તે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. શ્રી શત્રુંજય તીર્થના વહીવટ કરનાર શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના હિન્દભરથી આવેલા પ્રતિનિધિઓની સભામાં એની ચર્ચા-વિચારણા થઈ હતી. ચર્ચા વિચારણાના અંતે સભા તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં જૈનધર્મને અનુરૂપ એવી જાહેરાત કરી અને સૂચના આપવામાં આવી હતી કે "જૈન આચારને અનુરૂપ કોઇપણ વ્યક્તિ મંદિરમાં દર્શન કરવાની ઇચ્છા રાખે તો તેને રોકવો નહિ.” આ નિવેદનના પરિણામ સ્વરૂપે હરિજનોને જૈન મંદિરોમાં દાખલ ન થવા દેવા માટેનું આન્દોલન હતું તે બંધ થઈ ગયું અને ત્યારથી હરિજનો પણ શ્રી શંત્રુજ્ય તીર્થ ઉ૫૨ દર્શન ક૨વા જાય છે.
પાલિતાણા એ ભાવનગરની રેલ્વે માર્ગે અડતાલીસ કિલોમીટર અને મોટ૨ રસ્તે પંચાવન કિલોમીટરના અને તેમજ અમદાવાદથી બસોને પાંસઠ કિલોમીટરના અંતરે આવેલું છે. પાલિતાણા પશ્ચિમ રેલ્વે વિભાગ પર આવેલું રેલ્વે સ્ટેશન છે. તે ગુજરાત રાજ્યના અન્ય સ્થળો જોડાયેલું છે. નજદીકનું હવાઈ મથક ભાવનગર છે, જે છપ્પન કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં આવવા માટે ઘણાં સ્થળોએથી એસ.ટી. બસો અને વાહનો પણ ઉપલબ્ધ છે.
અહીં ગુજરાત સરકારના પ્રવાસ નિગમે ‘સુમેરુ'નામે હૉટલ બાંધી છે. તેમાં બધાંજ પ્રકારની આધુનિક આવાસ વ્યવસ્થા અને જૈનોને ધાર્મિક દ્રષ્ટિએ અનુકૂળ આવે તેવા શાકાહારી ભોજનની
૩૧