________________
સ્ત્રીઓ, સોનાના શૃંગાર સજેલી અને વિચિત્રરંગના વસ્ત્રથી ઝગઝગાટ મારતી એકસ્વરી પણ મધુર સ્તવન ભણતી એવી, ઉઘાડે પગે પણ ધીમે ધીમે પ્રદક્ષિણા કરે છે. શત્રુંજય, ખરેખાત પૂર્વ ભણીની અદ્ભુત કથાના એક કલ્પિત ડુંગરની ઘટિત રીતે ઉપમા આપી શકાય એવો છે. એના રહેવાસીઓ પણ જાણે એકાએક આરસના પૂતળાં બની ગયેલાં હોય, પણ તે ઉપર આવીને અપ્સરાના હાથ, સર્વ સ્વચ્છ અને ચકચકિત રાખતા હોય, અને સુગંધીવાળા પદાર્થોના ધૂપ કરતા હોય તેમ જ તે અપ્સરાના સુસ્વર, દેવનાં શૃંગારિક ગીત ગાઈને હવાને ભરી દેતા હોય એવો ભાસ થાય છે.... શત્રુંજય ઘણું જ પ્રાચીન અને જૈનધર્મનું અતિ પવિત્ર ધામ છે. સર્વ તીર્થ કરતાં એ અગ્રેસર ગણવામાં આવ્યું છે, અને જેનો નિરંતર નિવૃત્તિ સાથે સંબંધ થાય છે, તેનું એ સુખસ્થાન ગણાય છે. વળી તે મુમુક્ષુઓનું મહામંદિર મનાય છે, અને અંગ્રેજોના પવિત્ર આયોનાની પેઠે દુનિયાના નાશની વેળાએ પણ એનો નાશ થવો સજર્યો નથી એમ કહેવાય છે.”
હમણાં થોડા સમય પહેલાં શ્રી શત્રુંજય તીર્થ ઉપર તળેટીએ જવાના માર્ગ ઉપર જંબુદ્વિપ નામે એક મંદિર બનાવવામાં આવ્યું છે. તેનું કામકાજ હજુ ચાલુ છે. આ જંબુદ્વિપના મધ્ય ભાગમાં ઊંચો પણ સામાન્ય પરિઘવાળો મેરૂ પર્વત બનાવવામાં આવ્યો છે. તેને ફરતા ગ્રહ અને નક્ષત્રો બતાવવામાં આવ્યા છે, પણ આ કક્ષમાં મેરૂ પર્વતના વિભાગ ઉપરાંત ચારે બાજુએ રવેશ બનાવીને, નાના નાના પ્રતિકો બનાવીને, કેટલાંક ચિત્રો વગેરે મૂકી એવું લખાણ કરવામાં આવ્યું છે કે, પૃથ્વી ગોળ નથી અને તે તેની ધરી પર ફરતી નથી.
આ વૈજ્ઞાનિક યુગમાં અને જ્યારે ચંદ્ર ઉપર માણસો અને અવકાશયાન ઊતરીને સંદેશા લઈ આવ્યા છે, અને બીજા અવકાશયાનો દ્વારા મંગળ, શુક્ર વગેરે ગ્રહોની માહિતી મેળવી શક્યા શક્તિમાન બન્યા છે, ત્યારે આ જૂની માન્યતાઓને આધારે જંબુદ્વિપમાં લખેલી કેટલી વિગતો અને તેની રચના કંઈક વિચિત્ર લાગે છે. એક બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ જંબુદ્વિપની રચના આ વિજ્ઞાન યુગમાં જૈનધર્મને અને તેની ફિલસૂફીને અયોગ્ય રીતે રજૂ કરે છે.
SSC ]
{!